તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:રાજુલામાં સરકારની ગાઈડલાઈન મુજબ મોરારિબાપુની રામકથા યોજવાનો નિર્ણય

અમરેલી7 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લામા આવેલ રાજુલા ખાતે રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ દ્વારા નિર્માણ થઈ રહેલા મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નિઃશુલ્ક હોસ્પિટલ અને વૃદાવન બાગ રામપરા 2 લાભાર્થે કથાકાર મોરારીબાપુ ની રામકથા યોજાશે. આજે ટ્રસ્ટી ધારાસભ્ય અંબરીશ ડેરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમા વિવિધ સમાજના આગેવાનો અને આસપાસના સરપંચો સહિત લોકો સેવકો ઉપસ્થિત રહ્યા હતા.

આવતી 20 તારીખ કથા યોજવા નો મહત્વ પૂર્ણ નિર્ણય લેવાયો છે આ બેઠક મા ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા કથા યોજવા માટે ની જાહેરાત કરાય હતી. કથામાં ભારતીય બેઠકના સ્થાને સોશિયલ ડીસ્ટંસ સાથે ખુરશીઓમાં બેઠક વ્યવસ્થા કરવાનો નિર્ણય કરાયો છે. સાથે સાથે વેક્સીન કેમ્પ પણ સતત ચાલુ રહેશે અને માસ્ક સેનિતાઈઝર અને સ્થિતિ વધુ વણશે તો કોરોના રિપોટ બાદ કથા મા પ્રવેશ આપવા સુધી ની તૈયારી ધારાસભ્ય અંબરીશ ડેર અને તેમના ટ્રસ્ટી મંડળ દ્વારા તૈયારી કરાય છે. સરકાર અને સતાધીશો સાથે પણ ચર્ચા કરી છે- ધારાસભ્ય ડેરધારાસભ્ય અંબરીશ ડેર એ કહ્યુ અત્યારે કેસ વધી રહ્યા છે પરંતુ જે રીતે સરકાર ની ગાઈડ લાઈન આવશે તે મુજબ કથા યોજાશે 100 ટકા ગાઈડ લાઈન નુ પાલન થશે અને સરકાર ને સતાધીશો સાથે પણ સર્ચા વિચારણા કરી છે

ગયા વર્ષે મોરારીબાપુ ની અધૂરી કથા પૂર્ણ હવે થશેગયા વર્ષે કોરોના ના કેસ વધતા ચાલુ કથા મા મોરારીબાપુ દ્વારા ત્રીજા દિવસે વિરામ જાહેર કરી કથા બંધ કરી દીધી હતી અને જ્યારે સ્થિતિ કંટ્રોલ અને સારું થશે ત્યારે ફરીવાર અહીં જ કથા પુરી કરવા માટે ની પણ જાહેરાત કરાય હતી જેથી આવતી 20-04 ના રોજ ફરીવાર કથા અહીં થી સરકાર ની ગાઈડ લાઈન મુજબ કથા યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો