અમરેલીના ચલાલાના કમી ગામ પાસે પાણીમાં યુરિયા ખાતર ભેળવી 9 નીલગાયને મોતને ઘાટ ઉતારાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. વનવિભાગ દ્વારા આ મામલે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. વનવિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમરેલીના ચલાલા નજીક આવેલા કમી ગામ પાસે નીલગાયના મૃતદેહ પડ્યા હોવાની જાણ વનવિભાગને થતા ધારી ગીર પૂર્વ વનવિભાગની ટીમ ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી. વનવિભાગને ઘટનાસ્થળ પરથી 9 નીલગાયના મૃતદેહ મળી આવ્યા હતા. યુરિયા મિશ્રિત પાણી પી જવાથી નીલગાયના મોત થયાનું સામે આવ્યું છે.આ મામલે રોહિત હિરપરા, હસમુખ હિરપરા અને જયેશ માંગરોળિયા નામના વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. નીલગાયના મૃતદેહનો નિકાલ કરવા માટે ટ્રેકટરનો ઉપયોગ કરાયો હોવાની કબૂલાત આપી છે. વનવિભાગ દ્વારા ત્રણેય સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનયમ 1972 કલમો મુજબ અલગ અલગ ગુન્હા નોંધી વધુ તપાસ હાથ ધરી છે અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ વનવિભાગ દ્વારા તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.