અકસ્માતે મોત:દહિંડા ગામે ઝેરી દવાની અસર થતાં યુવકનું મોત

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવકે અાખાે દિવસ વાડિએ કપાસમાં જંતુનાશક દવાનાે છંટકાવ કર્યાે હતાે

ધારી ના દહિંડા ગામની સીમમા અાવેલ વાડીમા કપાસના પાકમા જંતુનાશક કરી રહેલા અેક યુવકને ઝેરી દવાની અસર થતા સારવાર માટે અમરેલી સિવીલમા ખસેડાયાે હતાે. જયાં તેમનુ સારવાર દરમિયાન માેત થયુ હતુ.ઝેરી દવાની અસરથી યુવકના માેતની અા ઘટના દહિંડાની સીમમા બની હતી. ચલાલા શાકમાર્કેટ પાછળ રહેતા અને દહિંડાની સીમમા નજુભાઇ વાળાની વાડીઅે ખેતમજુરીનુ કામ કરતા જીણાભાઇ વાલજીભાઇ માથાસુળીયા (ઉ.વ.35) નામનાે યુવક અાખાે દિવસ કપાસના પાકમા જંતુનાશક દવાનાે છંટકાવ કરી રહ્યાે હતાે.

જાે કે બાદમા તેમને ઝેરી દવાની અસર થતા સારવાર માટે પ્રથમ ચલાલા અને બાદમા વધુ સારવાર માટે અમરેલી સિવીલ હાેસ્પિટલમા રીફર કરાયાે હતાે. જયાં તેમનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ.બનાવ અંગે રેખાબેન જીણાભાઇ માથાસુળીયાઅે ચલાલા પાેલીસમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ અેઅેસઅાઇ અેલ.અેમ.શ્રીમાળી ચલાવી રહ્યાં છે.