દુર્ઘટના:અમરેલી શહેરમાં ચુલાની ઝાળે દાઝી જતા યુવકનું મોત

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હનુમાનપરામાં ચુલાની ઝાળે દાઝી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.અહીં શેરી નં-2મા રહેતા દિનેશભાઇ છનાભાઇ વાઘેલા (ઉ.વ.29) નામનો યુવક અને તેની પત્ની ચુલામા બળતણ નાખી રસોઇ બનાવતા હતા ત્યારે અચાનક ભડકો થતા તે ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યો હતો. જયાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ બી.એમ.વાળા તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...