અકસ્માત:માંડણ આસરાણા માર્ગ પર બાઇક પરનો કાબુ ગુમાવતા યુવકનું મોત

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઇક રાેંગ સાઇડમાં ખુટા સાથે અથડાયું
  • ​​​​​​​બાળકીને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાઇ, ફરિયાદ

રાજુલા તાલુકાના માંડણ અાસરાણા માર્ગ પર બપાેરના સાડા બારેક વાગ્યાના સુમારે અહીથી બાઇક લઇને પસાર થતા અેક યુવકે બાઇક પરનાે કાબુ ગુમાવતા રાેંગ સાઇડમા ખુટા સાથે અથડાઇ પડયુ હતુ. યુવકને ગંભીર ઇજા પહાેંચતા તેનુ માેત નિપજયુ હતુ. જયારે બાળકીને ઇજા પહાેંચતા સારવારમા ખસેડાઇ હતી.

અકસ્માતની અા ઘટના રાજુલાના માંડણ અાસરાણા માર્ગ પર બની હતી. મહુવા તાલુકાનાઉમણીયાવદરમા રહેતા નારણભાઇ ધીરૂભાઇ બારૈયા (ઉ.વ.29) નામનાે યુવાન પાેતાનુ માેટર સાયકલ લઇ તેમની દીકરી અારાધ્યાને બેસાડી માંડણ ગામ તરફ અાવી રહ્યાં હતા.

નારણભાઇઅે બાઇક પરનાે કાબુ ગુમાવતા બાઇક માર્ગની રાેંગ સાઇડમા ખુટા સાથે અથડાયુ હતુ. જેને પગલે નારણભાઇને ગંભીર ઇજા પહાેંચી હતી. બંનેને સારવાર માટે મહુવા દવાખાને ખસેડવામા અાવ્યા હતા. જયાં ફરજ પરના ડાેકટરે નારણભાઇને મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે શૈલેષભાઇ ધીરૂભાઇ ઢાપાઅે ડુંગર પાેલીસ મથકમા જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...