લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામના પાદર પાસે દેવળીયાના ટ્રેકટર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર પલ્ટી મારી ખાળીયામાં ખાબક્યું હતું. જેના કારણે ચાલકનું મોત નિપજ્યું હતું રક્ષાબંધન પૂર્વે જ બે બહેનના એકના એક ભાઈનું મોત નિપજતા અરેરાટી વ્યાપી હતી.
લીલીયા પોલીસ સ્ટેશનમાં દેવળીયા ગામે રહેતા મનસુખભાઈ ભાયાભાઈ માધડે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મારે સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. દિકરો બિપીન રવિવારના દિવસે સાંજે 5 વાગ્યાના અરસામાં દાડમાંથી ટ્રેકટર નંબર જી.જે. 1એ. ક્યું. 9873 લઈ દેવળીયા આવી રહ્યો હતો. તે દરમિયાન મોટા કણકોટ ગામની નિશાળા પાસે વળાકમાં સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર ટોલી સાથે વોકળામાં ખાબક્યું હતું.જેમાં 18 વર્ષીય બીપીનભાઈ માધડનું મોત નિપજ્યું હતું. રક્ષાબંધન પૂર્વે જ બે બહેનોના એકના એક ભાઈનું મોત નિપજતા સમગ્ર દેવળીયા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.