તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Death Of A Monk Who Was Crushed In The Cold In Dhari, Two Days Of Severe Cold In Girkantha, People Trembled With The Temperature Of 10 Degrees

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવસાન:ધારીમાં ઠંડીમાં ઠુંઠવાતા સાધુનું મોત, ગીરકાંઠામાં બે દિવસ આકરી ઠંડી, 10 ડિગ્રી તાપમાનથી લોકો ધ્રુજી ઉઠયાં

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ધારી પંથકમા બે દિવસથી કાતિલ ઠંડીનુ માેજુ ફરી વળ્યું છે. ગઇકાલે ધારીમા ન્યુનતમ તાપમાન 8.7 ડિગ્રી સુધી પહાેંચી ગયુ હતુ. જેને પગલે લાેકાે થરથર કંપી ઉઠયાં હતા. તાે અાજે અહીના જુના બસ સ્ટેશન ખાતે અેક અજાણ્યા સાધુનુ ઠંડીમા ઠુંઠવાઇ જતા માેત નિપજયું હતુ.

અજાણ્યા સાધુનુ ઠંડીમા ઠુંઠવાઇ જતા માેત થયાની અા ઘટના ધારીમા બની હતી. અહી જુના બસ સ્ટેશન ખાતે બે ત્રણ દિવસથી અંદાજીત 75 વર્ષની ઉંમરના અેક અજાણ્યા સાધુ જેમને લાેકાે ઠાકરદાસબાપુ કહીને બાેલાવતા હતા. ગત રાત્રીના તેઅાે બસ સ્ટેશન પાસે સુતા હતા ત્યારે ઠંડીમા ઠુંઠવાઇ જતા તેમનુ માેત થયુ હતુ. બનાવ અંગે સ્થાનિક રહિશે ધારી પાેલીસને જાણ કરી હતી. હાલ અજાણ્યા સાધુની લાશને અમરેલી કાેલ્ડ સ્ટાેરેજમા માેકલી અાપવામા અાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગીરકાંઠામા પાછલા બે ત્રણ દિવસથી અાકરી ઠંડી પડી રહી છે. અાજે પણ શહેરનુ ન્યુનતમ તાપમાન 10 ડિગ્રી સુધી નાેંધાયુ હતુ.

અમરેલીમાં ઠંડીનાે પારાે 10.2 ડિગ્રી પર યથાવત
અમરેલી શહેરમા ગઇકાલે ઠંડીનાે પારાે 10 ડિગ્રી સુધી અાંબી ગયાે હતાે. જેને પગલે જાણે જનજીવન થીજી ગયુ હાેય તેવાે માહેાલ જાેવા મળ્યાે હતેા. ગીરકાંઠાના ધારી પંથકમા તાે તાપમાનનાે પારાે છેક 8.7 ડિગ્રી સુધી ગગડયાે હતાે. કાતિલ ઠંડીથી લાેકાે થરથર કંપી ઉઠયાં હતા. અને લાેકાેને ગરમ વસ્ત્રાેમા વિંટળાવાની ફરજ પડી હતી.

તાે લાેકાે ઠેરઠેર તાપણાનાે સહારાે લેતા પણ નજરે પડયા હતા. અાજે શહેરનુ મહતમ તાપમાન 25.8 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 10.2 ડિગ્રી રહ્યું હતુ. તાે હવામા ભેજનુ પ્રમાણ 48 ટકા નાેંધાયુ હતુ. જયારે અાજે પવનની ગતિ વધીને પ્રતિ કલાક સરેરાશ 8.5 કિમીની રહી હતી. અમરેલી પંથકમા ત્રણેક દિવસથી શિયાળાે બરાબરનાે જામ્યાે છે. ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો