મોત:વિશ્વ સિંહ દિનના બીજા દિવસે જાફરાબાદ માઇન્સ વિસ્તારમાં સિંહબાળનુ મોત

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સિંહોના ગ્રુપ વચ્ચે ઇનફાઈટ થતાં સિંહબાળનું મોત થયુ

ગઈકાલે દેશની શાન સિંહ સમા વિશ્વ સિંહ દિનની ઉજવણી સમગ્ર ગુજરાત અને ખાસ સૌરાષ્ટ્રમા જોવા મળી હતી. સમગ્ર સિંહના સિંહપ્રેમીઓ ઉત્સાહમાં હતા. ત્યારે આજે જાફરાબાદના માઇન્સ વિસ્તારમાં એક સિંહ બાળનું મોત થયાના સમાચાર સામે આવ્યાં છે.

જાફરાબાદ તાલુકાના માઇન્સ વિસ્તારમાં સિંહનું એક ગ્રુપ હતુ તેમાં 16 પરિવાર હતા. સિંહોના ગ્રુપ વચ્ચે ઇનફાઈટ થઈ હતી જેના કારણે નાનકડુ સિંહબાળ ઘાયલ થયુ અને ત્યારબાદ મોત નીપજ્યું હતુ. જોકે, વનવિભાગ દ્વારા તેમને બચાવવા માટે પ્રયાસો કર્યા પરંતુ વધુ પડતી ઇનફાઈટના કારણે સિંહબાળે જીવ છોડી દીધો હતો.

સિંહ બાળના મોત બાદ પી.એમ સહિતની કાર્યવાહી બાબરકોટ એનિમલ કેર સેન્ટ ર ખાતે કરવામા આવી હતી. સિંહોના ગ્રુપમાંથી એક સિંહબાળનું મોત થયાના કારણે જાફરાબાદ રેન્જમાંથી એક સિંહબાળ ગુમાવ્યાનો શોક વન વિભાગેવ્યક્ત કર્યો હતો.

સિંહબાળોના વધુ પડતા ઇનફાઈટના કારણે ખૂબ વધુ મોત થવાની ઘટના રેવન્યુ અને ગીરમાં સામે આવતી હોય છે. ત્યારે આજે માઇન્સ વિસ્તારમાં અને અગાઉ થોડા દિવસો પહેલા સાવરકુંડલા રેન્જ વિસ્તારમાં પણ સિંહબાળનું મોત થયુ હતુ. આમ સિંહબાળના મોત વધુ સામે આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...