દુર્ઘટના:અમરેલીમાં વિજશોકથી પરપ્રાંતિય યુવકનું મોત

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એલ્યુ. પટ્ટી વીજ લાઇનને અડકતા સર્જાઇ દુર્ઘટના

અમરેલીમા સાવરકુંડલા બાયપાસ ચોકડી નજીક અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇનનુ કામ કરી રહેલા એક પરપ્રાંતિય યુવક વોટર લેવલની પટ્ટીની માપ લેવા જતા પટ્ટી ઉપરથી પસાર થતા 11 કેવી વિજલાઇનને અડી જતા તેનુ વિજશોક લાગતા મોત નિપજયું હતુ.

અહી સાવરકુંડલા બાયપાસ ચોકડી ઠેબી નદીના પુલ પાસે અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇનનુ કામ ચાલુ હોય મુળ બિહારના જીતેન્દ્રભાઇ બિંદેશ્વર ભગત (ઉ.વ.21) વોટર લેવલ એલ્યુમિનીયમની પટ્ટી તથા વોટર લેવલની પટ્ટીથી માપ લઇ રહ્યાં હતા. આ દરમિયાન ઉપરથી પસાર થતી 11 કેવી વિજલાઇનને પટ્ટી અડી જતા તેને વિજશોક લાગ્યો હતો. જેને પગલે તેમને સારવાર માટે દવાખાને ખસેડાયો હતેા. જયાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ.બનાવ અંગે શિવકુમાર દયાશંકર ભગતે પોલીસમા જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...