તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આકસ્મિક મુલાકાત:રાજુલામાં કોવિડ કેર સેન્ટરની ઓચિંતી મુલાકાતે દોડી જતા અમરેલીના ડીડીઓ

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ અંગે સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવા તંત્રને સૂચના

કોરોના મહામારીએ ભરડો લીધો છે ત્યારે અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારે રાજુલા તાલુકાની મુલાકાત લઇ પરિસ્થિતિનો તાગ મેળવવાના પ્રયત્નો કર્યો હતો. તેમણે કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ અહીં ચાલતી કામગીરીની સમીક્ષા પણ કરી હતી.

શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરી કોરોના મહામારીને અટકાવવા લોકોનો પૂરતા પ્રમાણમાં સહયોગ મળી રહે તેમજ આ માટે મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા પોલીસ અને આરોગ્ય વિભાગ સાથે સંકલનમાં રહી સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવવામાં આવે તે અંગે સુચના અપાઇ હતી. તેમણે કોવિડ કેર સેન્ટર સરકારી હોસ્પિટલ રાજુલા અને પ્રા.આ.કેન્દ્ર વાવેરાની આકસ્મિક મુલાકાત લઇ પરિસ્થિતિનો તાગ મેળવી અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે કોવિડ કામગીરી અંગે સમીક્ષા કરી હતી. આ ઉપરાંત સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં આવતા ફ્લુના દર્દીઓને સ્વેચ્છાએ રેપિડ ટેસ્ટ કરાવવા કે સેલ્ફ હોમ કવોરન્ટાઈન રહેવા જણાવ્યુ હતું.

અન્ય દેશ, રાજ્ય કે જિલ્લા બહારથી આવતા લોકો હોમ ક્વોરન્ટાઇન રહે અને જો જરૂર પડે તો તાત્કાલીક નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈ રેપિડ ટેસ્ટ કરાવે જેથી કોરોના સંક્રમણને વધતું અટકાવી શકાય તેમજ આરોગ્ય સ્ટાફ દ્વારા કરાતા હાઉસ ટુ હાઉસ સર્વેને વધુ સઘન બનાવવા તાકીદ કરાઈ હતી. 50 વર્ષથી ઉપરના કે કોઈપણ ઉંમરના બિનચેપી રોગો વાળા અને સર્વે દરમિયાન મળી આવેલ ફ્લુના દર્દીઓ ઉપર સઘન નિગરાની રાખવા તેમણે જણાવ્યુ હતું. આ તકે ડૉ.એન.વી.કલસરિયા, આરએમઓ ડૉ.પીઠડીયા , ડૉ.જેઠવા, સુપરવાઇઝર સંજયભાઈ દવે વિગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...