સમીક્ષા:ઉભરાતી ગટરના મુદ્દે લીલિયામાં ડીડીઓએ કરી સ્થળ મુલાકાત

લીલીયા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેટીંગ મશીન દ્વારા નાવલીની ગટરની ચાલી રહી છે સફાઇ

લીલીયામા ઉભરાતી ભુગર્ભ ગટર અને જામ થયેલી ગટરની સમસ્યા પેચીદી છે. અને હાલમા નાવલી વિસ્તારમા ભુગર્ભ ગટરની સફાઇનુ કામ ચાલે છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારીઓ જાતે સ્થળ પર જઇ ચાલી રહેલા કામની સમીક્ષા કરી હતી.લીલીયા શહેરમા ઉભરાતી ગટરની સમસ્યા માથાના દુખાવારૂપ છે. સ્થાનિક લોકો દ્વારા આ અંગે નવા ચુંટાયેલા ધારાસભ્ય મહેશભાઇ કસવાલાને રજુઆત કરાતા તેમણે ગટરની સફાઇ માટે તંત્રને કામે લગાડયુ છે. હાલમા લીલીયામા મોટા જેટીંગ મશીન દ્વારા નાવલીની ભુગર્ભ ગટરની સફાઇ કરવામા આવી રહી છે.

દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવે લીલીયામા આ ગટર સફાઇના સ્થળની મુલાકાત લીધી હતી અને તેમણે આ પ્રશ્નના નિરાકરણની ખાતરી આપી હતી. અહી જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઇ દુધાત, ભીખાભાઇ ધોરાજીયા, ભનુભાઇ ડાભી, ગૌતમભાઇ વિંછીંયા, કેપ્ટન ધામત, ઘનશ્યામભાઇ મેઘાણી, આનંદ ધાનાણી, સરપંચ જીવનભાઇ વોરા અને એટીડીઓ કિશોરભાઇ આચાર્ય ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...