વર્ચસ્વ માટે જંગ:અમરેલીના ધારી ગીરમાં હુંકાર કરતા બે સિંહોને DCFએ કેમેરામાં કેદ કર્યા, જુઓ અદ્દભુત વીડિયો

અમરેલી5 મહિનો પહેલા
  • જંગલમાં વર્ચસ્વ માટે સિંહો હુંકાર કરી રહ્યા છે
  • પોતાનું વર્ચસ્વ બતાવવા માટે સિંહો એક બીજા સાથે ઈનફાઈટ પણ કરે છે

અમરેલીના ધારી ગીર પૂર્વના દલખાણીયા વિડી વિસ્તારમાં 2 સિંહો વર્ચસ્વ માટે હુંકાર કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો DCFએ શેર કર્યો છે. બન્ને સિંહો સામ સામે હુંકાર કરતા હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. સૌરાષ્ટ્રના જંગલોમાં સિંહોના અનેક વીડિયો વાયરલ થયા છે પરંતુ મોટાભાગે સિંહો લટાર મારતા હોવાના દ્રશ્યો જોવા મળતા હોય છે. ત્યારે આજે ગીર જંગલમાં વર્ચસ્વ માટે સિંહો હુંકાર કરી રહ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે.

ગીર જંગલમાં વનરાજાનું વર્ચ્ચવ હોય છે. તેમાં ખાસ કરી જે વિસ્તારમાં ગ્રુપ છે તે વિસ્તાર કરતા અલગ વિસ્તારના ગ્રુપનો સિંહ અથવા સિંહણ આવી ચડે એટલે પ્રથમ તો બંને વચ્ચે વર્ચસ્વ માટેનો ઘુરકાટ થાય એટલે કે બંને સામ સામે હુંકાર કરતા હોય છે. આ અવાજ ભાગ્યે જ જોવા મળે છે મળે તો એ સિંગલ સિંહમાં જોવા મળતો હોય છે પરંતુ આ પ્રકારે એક સાથે બંને સિંહો હુંકાર કરતા હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. આ વીડિયો ધારી ગીર પૂર્વના DCF અંશુમન શર્મા દ્વારા બનાવી સોશયલ મીડિયા પર શેર કર્યો છે. સિંહોના આ વીડિયો અદભુત છે.

મોટાભાગે ગીર જંગલ અથવા રેવન્યુ વિસ્તારમાં સિંહનું ઇનફાઈટના કારણે મોત થયાનું કેટલીય વખત સામે આવ્યું છે. એક વિસ્તારમાંથી અન્ય ગ્રુપનો સિંહ અન્ય વિસ્તારમાં આવે છે ત્યારે પોતે પોતાનું વર્ચસ્વ બતાવવા માટે પ્રથમ ઘુરકાટ કરે છે એમાંથી ઇનફાઈટ સુધી મામલો પહોંચી જાય છે જેનાથી એક બીજા સિંહો વચ્ચે સામ સામે ટક્કર થાય અને સિંહોને ઈજા પહોંચતા તે લોહીયાણ બની જાય છે. આ પ્રકારની ઘટના બન્યા બાદ વન વિભાગને જાણ થતા વનવિભાગ તેમનુ રેસ્કયૂ ઓપરેશન કરી એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર માટે ખસેડતા હોય છે.

આ વચ્ચે આ પ્રકારની ઘટના બન્યા બાદ જે સિંહને ઇજા ન થઈ હોય અથવા તો ઓછી ઈજા થઇ હોય તેવા સિંહનો સામાન્ય રીતે વિજય થતો હોય છે. સ્થાનીક સિંહના જાણકાર લોકો તેમને બહાદુરી ભર્યું નામ આપે છે અને કેટલાક વિસ્તારમાં તે સિંહો માનવીના નામની જેમ હજુ પણ ઓળખાય છે.

અન્ય સમાચારો પણ છે...