બગસરામા નટવરનગરમા રહેતી એક યુવતી પોતાના ઘરે ટીવી જોતી હોય અને કામકાજ કરતી ન હોય જેથી તેના માતાએ ઠપકો આપતા તેણે એસીડ પી આપઘાત કરી લીધો હતો.યુવતીના આપઘાતની આ ઘટના બગસરા તાલુકાના નટવરનગરમા બની હતી.
અહી રહેતી ગોપીબેન પ્રફુલભાઇ સાનીયા (ઉ.વ.18) નામની યુવતી ગઇકાલે પોતાના ઘરે હતી. આ યુવતી ટીવી જોતી હોય અને કામકાજ કરતી ન હોય જેથી તેના માતાએ કામકાજ બાબતે તેને ઠપકો આપ્યો હતો. જો કે યુવતીને સારૂ ન લાગતા તેણે એસીડ પી લેતા તેમનુ મોત નિપજયું હતુ. બનાવ અંગે પ્રફુલભાઇ સાનીયાએ બગસરા પોલીસ મથકમા જાણ કરી હતી. હેડ કોન્સ્ટેબલ એચ.બી.ખાચર આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.