વનરાજની લટાર:પીપાવાવમાં રસ્તા પર આવેલા સાવજે વાહન વ્યવહાર અટકાવ્યાે, માર્ગાે પર અવારનવાર સાવજાેની લટારથી અકસ્માતનું જાેખમ

અમરેલીએક વર્ષ પહેલા

તાજેતરમા જ પીપાવાવ પંથકમા માલગાડી અને ટ્રેલર હડફેટે બે સાવજાે માેતને ભેટી ચુકયા છે. જાે કે અહી સાવજાે સતત માર્ગ પર લટારાે મારી રહ્યાં છે. ત્યારે પીપાવાવના બીઅેમઅેસ માર્ગ પર અેક સાવજ માર્ગ પર અાવી જતા થાેડીવાર માટે વાહન વ્યવહાર અટકી ગયાે હતાે. ત્યારે અાૈદ્યાેગિક વિસ્તારમા સાવજાેની સુરક્ષા માટે સરકાર દ્વારા યાેગ્ય પગલા ભરવામા અાવે તેવુ સિંહપ્રેમીઅાે ઇચ્છી રહ્યાં છે.

પીપાવાવ પાેર્ટ વિસ્તારમા હજુ થાેડા દિવસ પહેલા જ અેક સાવજ માલગાડી હડફેટે અાવી જતા માેતને ભેટયાે હતાે. અા ઉપરાંત અહીના ઉત્સવ લાેજીસ્ટીક પાર્કમા પણ ટ્રેલર હડફેટે સાવજનુ માેત થયુ હતુ. ત્યારે અહીના બીઅેમઅેસ માર્ગ પર વધુ અેક સાવજ ચડી અાવ્યાે હતાે. જાે કે થાેડીવાર માટે માર્ગની બંને તરફ વાહનાે થંભી ગયા હતા. અવારનવાર સાવજાે માર્ગ પર લટાર મારી રહ્યાં હાેય તેના પર અકસ્માતનાે ગંભીર ખતરાે તાેળાઇ રહ્યાે છે.

અાૈદ્યાેગિક વિસ્તાર જાણે સાવજાેને પસંદ અાવી ગયાે હાેય તેમ અહી અનેક સાવજાે વસવાટ કરી રહ્યાં છે. શિકાર અને પાણીની શાેધમા સાવજાે અામથી તેમ અા વિસ્તારાેમા ભટકે છે. ત્યારે સાવજાેની સુરક્ષા માટે વનિવભાગ અને સરકાર દ્વારા અહી ખાસ વ્યવસ્થા ઉભી કરવામા અાવે તે જરૂરી બન્યું છે. રાજુલા જાફરાબાદના દરિયાકાંઠે અનેક સાવજાે વસવાટ કરતા હાેય અને વનવિભાગની અલગથી અેક ટુકડી સાવજાેની સુરક્ષા માટે તૈનાત કરવામા અાવે તેવુ પણ સિંહપ્રેમીઅાે ઇચ્છી રહ્યાં છે.

ઠંડક મળતી હાેઇ સાવજાે અહી જ પડયા પાથર્યા રહે છે
રાજુલા જાફરાબાદનાે દરિયાકાંઠાે સાવજાેને જાણે અનુકુળ અાવી ગયાે હાેય અને અા વિસ્તારમા ઠંડક મળતી હાેય સાવજાે અહી જ પડયા પાથર્યા રહે છે. ત્યારે અા વિસ્તારમા સાવજાેની સુરક્ષા માટે વનતંત્ર યાેગ્ય પગલા ભરે તે જરૂરી બન્યું છે.

ખાેડિયાર ડેમ પર સાવજની લટાર
ધારી નજીક આવેલ ખાેડિયાર ડેમ તેમજ આંબરડી વિસ્તારમા 14 સાવજાેનુ ગૃપ વસવાટ કરે છે. અહી અવારનવાર સાવજાે છેક ખાેડિયાર ડેમ તેમજ મંદિર સુધી લટાર મારે છે. ત્યારે ત્રણ સાવજાે ડેમની ઓફિસ નજીક લટાર મારી રહ્યાં હાેય તેવાે સાેશ્યલ મિડીયામા વિડીયાે વાયરલ થયાે હતાે. તસવીર - અરૂણ વેગડા

અન્ય સમાચારો પણ છે...