ગાબડુ:વડીયાથી અમરેલીને જોડતા સ્ટેટ હાઈવે પરના પુલ પર ગાબડૂ પડતા અકસ્માતનો ખતરો

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાક વાહનોથી ધમધમતા રસ્તા પર ગાબડુ પડ્યું હોવા છતા તંત્ર દ્વારા સમારકામ નહી કરતા અકસ્માતનો ખતરો
  • જિલ્લામાં કેટલાય માર્ગો પર ગાબડા પડ્યા હોવાથી વાહન ચાલકો પરેશાન

અમરેલી જિલ્લામાં વરસાદના કારણે રોડ રસ્તા ખખડધજ બન્યા છે. ત્યારે વડીયા- અમરેલી સ્ટેટ હાઈવે પર આવેલા પુલ પર ગાબડૂ પડ્યુ હતું. જેથી 24 કલાક વાહનોથી ધમધમતા રોડ પર અકસ્માતનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ ઉપરાત પણ કેટલાય રોડ-રસ્તા પર ગાબડા પડ્યા હોવા છતા તંત્ર દ્વારા સમારકામ નહિ કરવામાં આવતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે.

વડીયાથી અમરેલી જિલ્લાને જોડતા સ્ટેટ હાઇવે પર આવેલા પુલ પર ગાબડુ પડયુ છે. ત્યારે 24 કલાક વાહનોથી ધમધમતા રસ્તા પર ગાબડુ પડ્યું હોવા છતા હજુ સુધી તંત્ર દ્વારા સમારકામ નહી કરતા અકસ્માતનો સતત ખતરો અહીં જોવા મળી રહ્યો છે. આ સ્ટેટ હાઇવે નજીક પુલ ઉપર નબળુ કામ થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જિલ્લાના મોટાભાગના સ્ટેટ હાઇવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે જેના કારણે રાહદારીઓ વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે અહીં સત્વરે સમારકામની કામગીરી નહિ કરાય તો અકસ્માત થવાની શક્યતા વધી જશે.

ભાવનગર નેશનલ હાઇવે પણ અતિ બિસ્માર હાલતમાંભાવનગર-સોમનાથ નેશનલ હાઇવેને જોડતા રાજુલા, જાફરાબાદ નજીક જોડતો માર્ગ અતિ બિસ્માર હાલતમાં હોવાને કારણે રોડ રસ્તા પર ખાડા પડ્યા છે. તેમજ હિંડોરણા પુલ પર થોડા દિવસ પહેલા જ ગાબડું પડ્યું હતું. જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. તેમજ વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...