અમરેલીમાં શાકમાર્કેટ રોડ પર કચરામાં આગથી ટ્રાન્સફોર્મરને નુકશાન પહોંચ્યું હતું. આગથી વાયરીંગ બળીને ખાક થઈ જતા થોડીવાર માટે વિજ પુરવઠો ખોરવાયો હતો. અમરેલી ફાયર ફાયટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
અમરેલી શાકમાર્કેટ રોડ હઠિલા હનુમાન મંદિર પાસે ટ્રાન્સફોર્મર નીચે સવારે 10 વાગ્યાના અરસામાં કચરામાં આગ લાગી હતી. જેના કારણે ટ્રાન્સફોર્મરમાં નુકશાન થયું હતું. અહી વાયરીંગ બળીને ખાક થઈ જતા માર્કેટ રોડ પર વિજ પુરવઠો ખોરવાયો હતો.અમરેલી ફાયર વિભાગના હરેશભાઈ સરતેજાએ જણાવ્યું હતું કે સ્થાનિક અહી રૂબરૂ આવી આગ અંગે જાણ કરી હતી. જેના કારણે સ્ટેશન ફાયર ઓફિસર એસ.સી. ગઢવીના માર્ગદર્શન હેઠળ કાળુભાઈ આવટે, કરશનભાઈ ગઢવી અને લખનભાઈ પરમારે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ટ્રાન્સફોર્મરમાં આગના કારણે નુકશાન પહોંચતા વિજ તંત્રની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.