અમરેલી જિલ્લામાં સતત પડી રહેલા કમોસમી વરસાદના કારણે રાજુલા જાફરાબાદ વિસ્તારમાં સતત 3 દિવસ વરસાદ પડવાના કારણે રાજુલા તાલુકામાં મીઠું પકવતા અગરિયાઓ તેમજ જાફરાબાદના માછીમારોને મોટુ નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે આજે ગાંધીનગર ખાતે રૂબરૂ રજૂઆત કરવા આગેવાનો દોડી ગયા હતા.
રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકી તેમજ આગેવાનો દ્વારા રજૂઆત કરી હતી. ગુજરાતના તમામ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે આ વરસાદના કારણે ખેડૂતોને જેવી રીતે નુકસાન થયેલ છે તેવી જ રીતે માછીમારોને પણ નુકસાનીનો વારો આવ્યો છે. માછીમારોને અવારનવાર આવી કુદરતી આપત્તિ કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાનીનો માર સહન કરવો પડે છે. જાફરાબાદ પંથકના માછીમારોને પણ કમોસમી વરસાદથી મોટા પ્રમાણમાં નુકસાન થતા આ વિસ્તારમાં સત્વરે સર્વે કરી માછીમારોને સહાય ચૂકવવા માટે રજૂઆત સાથે માંગ ઉઠાવી રહ્યા છે.
આ ઉપરાંત કમોસમી વરસાદના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થતા આ વરસાદના કારણે ખેડૂતોને જેવી રીતે નુકસાન થયેલ છે તેવી જ રીતે રાજુલા તાલુકામાં મીઠું પકવતા અગરિયાઓને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થતા રાજુલા તાલુકાના અગરિયાઓને થયેલ નુકસાન એનું સત્વરે સર્વે કરાવવી યોગ્ય સહાય ચૂકવવા માટે રજૂઆત કરવામા આવી હતી. રાજય સરકારના કૃષિ મંત્રી સહિત વિવિધ મંત્રી સમક્ષ લેખિત રજૂઆતો કરવામાં આવી છે.
ધારાસભ્ય હીરા સોલંકીનો સંપર્ક કરતા કહ્યું મારા વિસ્તારના માછીમારો અગરિયા સહિત લોકોને ખુબજ નુકસાન ગયું છે. આ કમોસમી વરસાદના કારણે નુકસાન અંગે આગેવાનો મારી સમક્ષ આવતા આજે સરકારમા રજૂઆતો કરી છે. માછીમારો અને અગરિયાઓમાં નુકસાન અંગે સર્વે કરી સહાય ચૂકવાવ માટે રજૂઆત કરવામાં આવી છે.
જાફરાબાદ માછીમાર અગ્રણી કનૈયલાલ સોલંકીએ જણાવ્યું અમે પણ સાગર ખેડૂત છીએ. ખેડૂતોને તાત્કાલિક સર્વે થાય અમારા માછીમાર વિસ્તારમાં કરોડો રૂપિયાનું નુકસાન છે આજે રજૂઆતો કરી છે હકારાત્મક અભિગમ દર્શાવ્યો છે ઝડપથી યોગ્ય કાર્યવાહી કરે તેવી અપેક્ષા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.