તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:રાજુલા, જાફરાબાદમાં ધાર્મિક સ્થળાેમાં નુકસાન, સહાય ચૂકવાે

અમરેલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી જિલ્લામાં તાઉતેએ વિનાશ વેર્યો "તો ત્યારે
  • પૂર્વ મહામંત્રી અને વિહિપના પ્રમુખ દ્વારા કલેકટરને રજુઆત

રાજુલા જાફરાબાદમા વાવાઝાેડાથી અનેક ધાર્મિક સ્થળાેને પણ માેટુ નુકશાન થયુ છે. ત્યારે સરકાર દ્વારા અાવા ધાર્મિક સ્થળાેને નુકશાની અંગેની તાકિદે સહાય ચુકવવામા અાવે તેવી જિલ્લા ભાજપના પુર્વ મહામંત્રી દ્વારા કલેકટરને રજુઅાત કરવામા અાવી છે.

જિલ્લા ભાજપના પુર્વ મહામંત્રી રવુભાઇ ખુમાણ અને વિહિપના પ્રમુખ બિપીનભાઇ વેગડાઅે કલેકટરને કરેલી રજુઅાતમા જણાવ્યું હતુ કે રાજુલા જાફરાબાદ પંથકમા ત્રાકટેલા વાવાઝાેડાથી અા વિસ્તારમા અાવેલ અનેક ધર્મ સ્થળાેમા નુકશાની પહાેંચી છે. રાજુલામા અાવેલ કેસરી નંદન હનુમાન મંદિરનુ શિખર પડી ગયુ છે. તાે ચાૈત્રામા અાવેલ માેમાઇ માતાજીના મંદિરને પણ નુકશાની પહાેંચી છે. અા ઉપરાંત વારાહ સ્વરૂપ મંદિર અને ભંડારીયા હનુમાનની જગ્યામા પણ શેડને નુકશાન થયુ છે.

અા ધાર્મિક સ્થળાે અા વિસ્તારના લાેકાેમા ભારે અાસ્થાના કેન્દ્ર સમા છે. અનેક મંદિરાેમા વૃક્ષાે ધરાશાયી થઇ ગયા હતા. તાે કયાંક દિવાલાે પડી ગઇ હતી. પતરાના શેડ ઉડી ગયા હતા. શિખરને નુકશાની થઇ હતી. ત્યારે અા ધાર્મિક સ્થળાેને તાકિદે નુકશાનીની સહાય ચુકવવામા અાવે તેવી માંગ કરવામા અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...