તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાઉ-તેની અસર:અમરેલી જિલ્લામાં તાઉતેમાં 33,338 હેક્ટરમાં ખેતીપાકને નુકસાન

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 37207 ખાતા ધારકોને સહાય મળશે : એક સપ્તાહમાં સહાયના ફોર્મની પ્રક્રિયા પૂર્ણ કરાશે

અમરેલી જિલ્લામાં વાવાઝોડામાં 33338 હેકટરમાં ખેતી પાકને નુકશાન પહોંચ્યું હોવાનું ખેતીવાડી ખાતાના સર્વેમાં સામે આવ્યું છે. જિલ્લાભરમાં 37207 ખાતાધારકો સહાય મળવા પાત્ર સામે આવ્યા છે. જેના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તે આગામી એક સપ્તાહમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

અમરેલી જિલ્લામાં વાવાઝોડાએ ચારેતરફ તબાહી સર્જી છે. તમામ તાલુકામાં ખેતી પાકમાં બાજરી, અડદ, મગ, ઘાસચારો, શાકભાજી, બાગાયતમાં કેરી તહેશનહેશ થઇ ગઈ હતી. કુદરતે ખેડૂતોના મોંમાં આવેલ કોરીયો છીનવી લીધો હતો. બાગાયત પાકમાં ખેડૂતોની વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. સરકારે અમરેલી જિલ્લામાં ખેતી અને બાગાયતમાં નુકશાની માટે સહાય આપવાની જાહેરાત કરી હતી. જિલ્લા વહીવટીતંત્રએ વાવાઝોડામાં નુકશાની અંગેનો સર્વે હાથ ધરતા 33338 હેકટરમાં નુકશાની થઇ હોવાનું સામે આવ્યું હતું.

જિલ્લામાં વાવાઝોડામાં 37207 ખાતાધારકોને ખેતીવાડીમાં સરકારની નુકશાની માટે સહાય મળવાપાત્ર છે. અમરેલી જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારે જણાવ્યું હતું કે નુકશાની માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે. આગામી એક સપ્તાહમાં 37207 ખાતાધારકો પાસેથી ફોર્મ લેવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. ખેડૂતોને બે હેકટરની મર્યાદામાં જુદા જુદા પાકમાં સહાય અપાશે. બીજી તરફ બાગાયત પાકમાં 33 થી 50 અને 50 ટકા વધારે નુકશાનીવાળા ખેડૂતોને જુદી જુદી સહાય ચૂકવાશે.

ક્યાં તાલુકામાં કેટલા હેકટરમાં નુકસાન ?

અમરેલી2204
લીલીયા391
લાઠી511
બાબર1110
કુંકાવાવ1322
બગસર3736
ધારી8712
ખાંભા3813
રાજુલા4475
જાફરાબાદ3140
કુંડલા3924

રાજુલામાં 40 ટકા ઉપર ખેડૂતોના સર્વે થયા નથી​​​​​​​

રાજુલા માર્કેટીંગ યાર્ડના ડિરેક્ટર રમેશભાઇ વસોયાએ જણાવ્યું હતું કે એકલા રાજુલા તાલુકામાં જ 40 ટકા ઉપર ખેડૂતો ખેતીવાડીના સર્વેમાં બાકી રહ્યા છે. ત્યારે બાકી રહેલા ખેડૂતોનો સર્વે કરી સહાય આપવી જોઈએ.> રમેશભાઇ વસોયા, યાર્ડ ડિરેકટર

ફોર્મની સમય મર્યાદા વધારો : કિસાન સંઘ
જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ વસંતભાઇ ભંડેરીએ જણાવ્યું હતું કે ખેતીવાડીનો સર્વે બરોબર થયો નથી. ત્યારે નુકશાનીના ફોર્મની પ્રક્રિયાનો સમય વધારમાં આવે તો બાકી રહેલા ખેડૂતોને વળતરનો લાભ મળી શકેશે.> વસંતભાઇ ભંડેરી , જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...