તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાકમાર્કેટ:અમરેલીની માર્કેટમાં દરરોજની સ્થાનિક 40 મણ ખાખડીની આવક

અમરેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા 40 થી 80 પ્રતિ કિલો વેંચાણ : કેરીના આગમનને હજુ એક માસ જેટલો સમય લાગશે

અમરેલીની માર્કેટમાં દરરોજ ગીર કાંઠા વિસ્તારમાંથી 40 મણ ખાખડીની આવક થઈ રહી છે. અહીં બજારમાં રૂપિયા 40 થી 80 પ્રતિ કિલ્લો વેંચાણ થઈ રહ્યું છે. શહેરમાં કેરીના આગમનની હજુ એક માસ જેટલો સમય લાગશે.

જિલ્લામાં 7291 હેકટરમાં આંબાનું વાવેતર જોવા મળે છે. ગત વર્ષે જિલ્લામાં 62602 મેટ્રીકટન ઉત્પાદન થયું હતું. તેમજ પ્રતિ હેકટર 8. 59 મેટ્રિક ટનનું ઉત્પાદન નોંધાયું હતું. પણ આ વર્ષે વાતાવરણ સારૂ રહેતા આંબે કેરીનો ફાલ સારો છે. જેના કારણે ખેડૂતોને કેરીનું ઉત્પાદન વધવાની ધારણા છે. અમરેલીની માર્કેટમાં ધારગણી, મોરજર અને ધારીના ગીર કાંઠા વિસ્તારમાંથી દરરોજ 40 મણ ખાખડીની આવક થઈ રહી છે. અમરેલીની બજારોમાં હાલ રૂપિયા 40 થી 80 પ્રતિ કિલ્લો ખાખડીનું વેંચાણ થઈ રહ્યું છે. શાકમાર્કેટમાં વેપાર કરતા મુન્નાભાઇ મેતરે જણાવ્યું હતું કે સ્થાનિક ખાખડીની સાથે સાથે બરોડા, અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી 5 મણ તોતા કેરીની આવક થઈ રહી છે. અમરેલીમાં સ્થાનિક કેરીને હજુ બજારમાં આવતા એક માસ જેટલો સમય લાગશે.

અન્ય સમાચારો પણ છે...