ગેરકાયદે વાવેત:આશ્રમમાંથી ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપાયું

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંજાના 9 છોડ મળી 1.42 લાખનો મુદ્દામાલ કબજે લીધો

સાવરકુંડલા તાલુકાના મેવાસા પીયાવા ગામની સીમમા આવેલ એક આશ્રમમા એસઓજી પોલીસે ગેરકાયદે ગાંજાનુ વાવેતર ઝડપી પાડયુ હતુ. પોલીસે પુજારીની ધરપકડ કરી ગાંજાના 9 છોડ મળી કુલ રૂપિયા 1.42 લાખનેા મુદામાલ કબજે લીધો હતો.

આશ્રમમાથી ગેરકાયદે ગાંજાનુ વાવેતર ઝડપાયાની આ ઘટના સાવરકુંડલા તાલુકાના મેવાસા પીયાવા ગામની સીમમા બની હતી. જિલ્લા પોલીસવડા હિમકર સિંઘની સુચનાથી એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એ.એમ.પટેલ, પીએસઆઇ જે.કે.મોરી સહિત ટીમે બાતમીના આધારે અહી દરોડો પાડયો હતો. અહીના ઢોરાવાળા હનુમાનજી આશ્રમ તરીકે ઓળખાતી આ જગ્યામા 150 મીટરના ઘેરાવામા લીલા ગાંજાના 9 છોડનુ ગેરકાયદે વાવેતર જોવા મળ્યું હતુ.

પોલીસે આશ્રમના પુજારી હરેશગીરી બુધગરભાઇ ગૌસ્વામી ગુરૂ મહાવીરગીરી (ઉ.વ.42)ની પુછપરછ કરી હતી. જો કે તેમની પાસે કોઇ પરમીટ કે લાયસન્સ ન હતુ. જેને પગલે પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે અહીથી લીલા ગાંજાના 9 છોડ જેનુ વજન 28 કિલો 350 ગ્રામ કિમત રૂપિયા 1,41,750 તેમજ એક મોબાઇલ મળી કુલ રૂપિયા 1,42,250નો મુદામાલ કબજે લીધો હતો. પોલીસે પુજારીની સામે એનડીપીએસ એકટ હેઠળ વંડા પોલીસ મથકમા ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...