નવા મંત્રીમંડળની રચના:ભારે ઉત્સાહમાં આતશબાજી કરી પણ છેલ્લી ઘડીએ કાકડિયાનું નામ કપાયું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અાજે રાજયમા નવા મંત્રીમંડળની રચના પુર્વે ધારી બગસરા વિસ્તારના ધારાસભ્ય જે.વી.કાકડીયાનુ નામ મંત્રી પદ માટે નિશ્ચિત મનાતુ હતુ. મિડીયા જગતમા પણ તેનુ નામ વહેતુ થયુ હતુ. જાે કે અંતિમ ઘડીઅે તેમના નામની બાદબાકી થઇ હતી. પરંતુ તેની જાણકારીના અભાવે બગસરામા ભાજપના કાર્યકરાેઅે જાહેરમા અાતશબાજી કરી નાખી હતી. જાે કે અંતે કાકડીયાઅે શપથ ન લેતા કાર્યકરાેમા નિરાશા વ્યાપી હતી.કાેંગ્રેસનાે ગઢ ગણાતા અમરેલી જિલ્લામા પાેતાની પકડ મજબુત કરવા સરકારના મંત્રીમંડળમા લેઉવા પટેલ સમાજના ધારાસભ્ય જે.વી.કાકડીયાને સ્થાન મળશે તે સવાર સુધી નિશ્ચિત મનાતુ હતુ. સવારે સાડા દસ વાગ્યે જેમને મંત્રી બનાવવાના હતા તે તમામને સીઅેમ અાવાસે બાેલાવાયા હતા. જયાં જે.વી.કાકડીયાને બાેલાવવામા ન અાવતા પાેતે મંત્રી નથી બની રહ્યાં તેની પ્રતિતિ તેમને થઇ ગઇ હતી. જાે કે ભાજપના સુત્રાેમાથી મિડીયા જગતમા તેમનુ નામ વહેતુ થયુ હાેય ધારી બગસરા પંથકમા ભાજપના કાર્યકરાેમા ઉત્સાહ ફરી વળ્યાે હતેા.

બગસરામા સવારમા જ ભાજપના કાર્યકરાેઅે જાહેર ચાેકમા અાતશબાજી કરી નાખી હતી. જયારે ધારીમા ભાજપના કાર્યકરાે બપાેરે 3 વાગ્યે અાતશબાજી કરવાના હતા. પરંતુ જયારે અેક પછી અેક મંત્રીઅાેને શપથ માટે બાેલાવાયા અને જે.વી.કાકડીયાનુ તેમા નામ ન નીકળતા અા વિસ્તારના કાર્યકરાેમા નિરાશા ફરી વળી હતી. કાકડીયાઅે દિવ્યભાસ્કરને જણાવ્યું હતુ કે પક્ષનાે ચુકાદાે શિરાેમાન્ય છે. પ્રજાના કામાે કરીઅે છીઅે અને કરતા રહીશું.

અન્ય સમાચારો પણ છે...