ખેલીઓ ઝડપાયા:રાજુલામાં પોલીસ લાઇન પાસેથી જ ક્રાઇમ બ્રાન્ચે 46 હજારના મુદ્દામાલ સાથે પાંચ જુગારીઓને ઝડપ્યા

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરીમાં સ્થાનિક રાજુલા પોલીસની નિષ્ફળતા દેખાઇ

અમરેલી જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃતિઓ ફુલીફાલી છે. ગુનેગારોને જાણે કે કાયદાનો ડર ના હોય તેમ બેફામ ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપી રહ્યાં છે. ત્યારે રાજુલા શહેરમાં પોલીસ લાઇન પાસેથી જ ક્રાઇમ બ્રાન્ચે 46 હજારના મુદ્દામાલ સાથે પાંચ જુગારીઓને ઝડપી પાડ્યાં છે. ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરીમાં સ્થાનિક પોલીસની નિષ્ફળતા દેખાઇ છે.

રાજુલા શહેરના બીડીકામદાર રોડ નજીક પોલીસ લાઈનની બાજુમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે ગંજી પત્તાનો જુગાર જાહેરમાં રમાઇ રહ્યો હોવાની બાતમી અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળતા ટીમે રેડ કરી હતી. જેમાં 5 ઈસમોને જુગાર રમતા ઝડપી લીધા હતા. જેમની પાસેથી રોકડ રકમ 27 હજાર 570 તથા ગંજીપતા મોબાઈલ નંગ 4 કિંમત 18 હજાર 500 મળી કુલ 46 હજાર 70નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

જુગાર રમતા જડપાયેલા ઈસમોભીખા કાળુભાઇ ઝાંખરા, નરશી સાજણભાઈ ગુજરીયા, આતુ લખમણભાઈ લાડુમોર, મંગળુ મધુભાઈ ધાખડા અને સંજય માવજીભાઈ શિયાળને ક્રાઇમ બ્રાન્ચે જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...