ફરિયાદ:કેજરીવાલના રોડ શો વખતે લોકોને નાણાં વહેંચનાર શખ્સ સામે ગુનો

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિડીયો વાયરલ થયા બાદ આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધવામાં આવી

અમરેલીમા બે દિવસ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાયો હતો. તે દિવસે સાંજે સોશ્યલ મિડીયામા પોસ્ટ ઓફિસ પાછળના ભાગે કોઇ શખ્સ લોકોને નાણા આપી રહ્યાં હોવાનો વિડીયો વાયરલ થયા બાદ ચીફ ઓફિસરે આ બારામા આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે.

અમરેલીમા 21મી તારીખે બપોરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાયો હતો. આ રોડ શો પુર્ણ થયા બાદ તેમા ભાગ લેનારા લોકો શહેરમા પોતપોતાના વિસ્તાર તરફ ચાલ્યા ગયા હતા. દરમિયાન સાંજના સમયે અમરેલી પોસ્ટ ઓફિસ પાછળના ભાગે જાહેર રોડ પર એક શખ્સ રોડ ઉપર ટોળુ એકઠુ કરી લોકોને નાણા વિતરણ કરતો હતો.

આ શખ્સ દરેક લોકોને 300 રૂપિયા આપતો હોવાનુ કહેવાય છે. આ અંગે એક વિડીયો પણ વાયરલ થયો હતો. જો કે વિડીયો દુરથી ઉતારવામા આવ્યો હોય આપનાર શખ્સ કોણ હતો ? અને તે શું આપી રહ્યો છે તે સ્પષ્ટ દેખાતુ ન હતુ જેને પગલે અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર હિતેષ પટેલે અજાણ્યા શખ્સ સામે લોકોનુ ટોળુ એકઠુ કરી ચુંટણીમા પ્રલોભન કે કોઇ વસ્તુ આપી અાચાર સંહિતાનો ભંગ કરવા સબબ ફરિયાદ નોંધાવી હતી. સીટી પીઆઇ આઇ.જે.ગીડા બનાવની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...