તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Crime Against Five, Including The Engineer Who Paid The Electricity Bill To The Deceased, Hanuman Khijadia Was Checked By The Power System 5 Years Ago.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મૃતકને વીજચોરીનું બિલ દેનાર ઇજનેર સહિત પાંચ સામે ગુનો, હનુમાન ખીજડિયામાં 5 વર્ષ પૂર્વે વીજ તંત્રે ચેકિંગ કર્યું હતું

વડીયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

વડીયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે વિજ કંપનીની ચેકીંગ ટુકડીએ પાંચ વર્ષ પહેલા ચેકીંગ દરમિયાન જે વ્યકિત આ દુનિયામા હયાત નથી તેના નામ પર વિજ દંડ ફટકારી વડીયા કોર્ટમા રકમ વસુલાત માટે દાવો પણ ઠપકારી દેતા કોર્ટના હુકમના આધારે બે ઇજનેર સહિત પાંચ કર્મચારીઓ સામે ખાેટો દાવો અને ખાેટા પુરાવાઓ ઉભા કરવા સબબ ગુનો નાેંધવામા આવ્યો છે.

વડીયાની સિવીલ કોર્ટના રજીસ્ટાર મેહુલભાઇ વિનોદરાય ત્રિવેદીએ આજે આ બારામા વડીયા પીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર જીતેન્દ્ર લાલજીભાઇ સાંગાણી, સિનીયર આસિસ્ટન્ટ કેતન ગુણવંતભાઇ ભટ્ટ, એકાઉન્ટના ડેપ્યુટી સુપ્રિ. જગદીશ જે.પાનસુરીયા, જુનીયર ઇજનેર કાૈશિક ચંદ્રકાંતભાઇ પટેલ અને ઇલેકટ્રીક આસિસ્ટન્ટ ઘનશ્યામ બાલુભાઇ મેણીયા સામે વડીયા કાેર્ટમા ફરિયાદ નાેંધાવી છે. જેમા જણાવાયુ છે કે બંને ઇજનેર સહિત પાંચેય વિજકર્મીઓએ કોર્ટમા ખોટો દાવો દાખલ કર્યો હતો. અને ખોટા પુરાવા તથા દસ્તાવેજ બનાવી કોર્ટમા ખાેટી જુબાની આપી હતી.

વડીયાના હનુમાન ખીજડીયામા પાંચ વર્ષ અગાઉ વિજ ચેકીંગ કરાયુ હતુ. જયાં વજુભાઇ સોમાભાઇ ચુડાસમા કે જેમની પાસે વિજ કનેકશન ન હતુ. પરંતુ થાંભલેથી સીધુ જોડાણ મેળવી વિજ ચાેરી કરી હોવાનુ બતાવી તેમને રૂપિયા 2400નુ બીલ ફટકારાયુ હતુ. હકિકતમા વજુભાઇ હયાત જ ન હતા. 2016મા તેમની સામે નાણા નહી ભરવા સબબ વડીયા કોર્ટમા દાવાે કરવામા આવ્યો હતો. પરંતુ આવી વ્યકિત જ હયાત ન હતી. હવે અદાલતના હુકમ બાદ પાંચેય સામે ગુનો નોંધાયો છે. પીએસઆઇ એ.ડી.સાંબડ બનાવની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો