તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિઘા:રાજુલામાં ક્રિકેટના મેદાનની કામગીરી શરૂ, 15 દિ' તૈયાર, સરકારની 50 વિઘા પડતર જમીન અંગે માંગણી કરાઇ"તી

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
મેદાન બનાવવા કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. - Divya Bhaskar
મેદાન બનાવવા કામગીરી પુર જોશમાં ચાલી રહી છે.

રાજુલામા ક્રિકેટ પ્રેમી યુવકાે મેદાન ન હાેવાથી મુશ્કેલી અનુભવી રહ્યાં હતા. આ અંગે ધારાસભ્યને રજુઆત પણ કરાઇ હતી. ત્યારે અાગામી 15 દિવસમા ક્રિકેટનુ મેદાન તૈયાર થઇ જશે. જે માટે કામગીરી શરૂ કરી દેવામા આવી છે. રાજુલા શહેર તથા આજુબાજુના વિસ્તારના ક્રિકેટ પ્રેમી અને અન્ય રમતોના રમતવીરાેને રમતગમતનું મેદાન મળી રહે તેવા પ્રયત્નો ધારાસભ્ય અંબરીશભાઇ ડેરે પદે શરૂ કરેલ. અને વિધાનસભામાં પણ વખતોવખત

રજુઆત કરી હતી. રાજુલામા કલેકટર ઓફિસની પાછળ સરકારની અંદાજે 50 વિઘા જમીન પડતર પડેલી હતી. તે જમીનની માંગણી સરકાર પાસે કરેલ છે. જે આવનારા સમયમાં હકારાત્મક બાબત બનશે. આ જમીન રમતગમત માટે ઉપયોગમાં લેવાય અને ખૂબ સારું મેદાન થાય એ માટે રાજુલા નગરપાલિકાએ પાછલા 10 દિવસથી કામગીરી શરૂ કરાવેલ છે. જે આવનારા 15 દિવસમાં પૂર્ણ પણ થશે. જે સંદર્ભે પ્રમુખ ઘનશ્યામ લાખણાેત્રા અને ઉપપ્રમુખ પિન્ટુભાઈ સહિત નગરપાલિકાના તમામ સદસ્યાેને લાેકાેએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો