કાર્યવાહી:અકસ્માત સર્જી નાસતો ક્રેઇન ચાલક ઝડપાયો

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 વર્ષથી ફરાર આરોપીને વાપીથી દબોચ્યો

સાવરકુંડલાના વંડામાં અકસ્માતે એક વ્યક્તિનું મોત નિપજાવી ફરાર થયેલા આરોપીને અમરેલી પેરોલ ફર્લો સ્કવોડે બાતમીના આધારે વાપીથી ઝડપી લીધો હતો.

પંજાબના બટાણા તાલુકાના ગીલબોબમાં રહેતા સમશેરસીંગ નિર્મળસીંગ દેઓલ બે વર્ષ પહેલા સાવરકુંડલા તાલુકાના વંડામાં ક્રેઇન ચલાવવાનું કામ કરતો હતો. તે દરમિયાન બેફીકરાઈથી ક્રેઇન ચલાવી અકસ્માતમાં એક ઈસમનું મોત નિપજાવેલ હતું. જેના કારણે તેમની સામે વંડા પોલીસમાં ગુનો નોંધાયો હતો.

અકસ્માત સર્જી ક્રેઇન ચાલક પંજાબ જતો રહ્યો હતો.ત્યારે અમરેલી પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ પી.બી.લક્કડ, શ્યામભાઈ બગડા, જીજ્ઞેશભાઈ પોપટાણી, દેવાયતભાઈ ભેડા, નરેશભાઈ લીંબડીયા કારૂકભાઈ પઠાણ સહિતની ટીમે ફેટલના ગુનામાં ફરાર સમશેરસીંગ દેઓલને વાપીથી ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...