ધમકી આપી હુમલો:વાંકીયા નજીક દંપતિ પર કુહાડી અને છરી વડે હુમલો, ચાર શખ્સોએ અગાઉનું મનદુ:ખ રાખી ધમકી પણ આપી

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધારીમા પ્રેમપરામા રહેતા એક આધેડ અને તેના પત્નીને ચાર શખ્સોએ અગાઉનુ મનદુખ રાખી કુહાડી અને છરી જેવા હથિયારથી હુમલો કરી ઇજા પહોંચાડી ધમકી આપતા તેણે આ બારામા અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, દંપતિ પર હુમલાની આ ઘટના અમરેલી તાલુકાના વાંકીયા નજીક બની હતી.

ધારીના પ્રેમપરામા રહેતા વાલજીભાઇ પુનાભાઇ વાઘેલા (ઉ.વ.55) નામના આધેડે અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરીયાદમા જણાવ્યું હતુ કે તેઓ અને તેના પત્ની સાથે અગાઉ થયેલ ફરીયાદનુ મનદુખ રાખી ભાવેશ માવજી વાઘેલા, હરેશ માવજી વાઘેલા, માવજી પુના, લખુ મોતી નામના શખ્સોએ વાંકીયા ગામના પાટીયા પાસે હુમલો કર્યો હતો.

આ શખ્સોએ કુહાડી અને છરી વડે ઇજા પહોંચાડી હતી. તેમજ ઢીકાપાટુનો મારમાર્યો હતો. ઉપરાંત મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ આર.એ.સિંધવ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...