સંગ્રામ પંચાયત:21મીએ 11 સ્થળે મતગણતરી થશે, જિલ્લામાં 19મીએ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં 21મીએ 11 સ્થળે ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. 19મીએ 393 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. ચૂંટણી તંત્રએ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. હવે મતગણતરી માટે સ્થળો પર નક્કી કરી લેવાયા છે.જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 18મીએ મતદાન કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને વિવિધ સામગ્રી અપાશે. અને 19મીએ સવારથી જ 833 મતદાન બુથ પર મતદાન યોજાશે.

ચૂંટણી પૂર્ણ થયા બાદ મતગણતરી સ્થળ પર મતપેટીઓ રાખવામાં આવશે. તેમજ જે સ્થળે પુન: મતદાન યોજવાની ફરજ પડશે. તે સ્થળે 20મીએ મતદાન યોજાશે. ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરી માટે 11 સ્થળ નક્કી કર્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી તાલુકા કક્ષાએ યોજાશે. જેમાં અમરેલીમાં કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ, લાઠીમાં તાલુકા પે સેન્ટર શાળા મામલતદાર કચેરીની બાજુમાં સહિતના જુદા જુદા તાલુકામાં મતગણતરી સ્થળ માટેના સ્થળ નક્કી કરાયા છે. અહી પોલીસ બંદોબસ્ત સાથે 21મીએ મતગણતરી હાથ ધરવામાં આવશે.

ક્યા તાલુકામાં ક્યા સ્થળે મતગણતરી હાથ ધરાશે ?

 • અમરેલીમાં કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ
 • વડિયામાં અમૃતબેન હીરાલાલ કન્યા વિદ્યાલય ખેતાણી રોડ
 • લાઠીમાં તાલુકા પે સેન્ટર શાળા મામલતદાર કચેરી નજીક
 • બાબરામાં સરદાર પટેલ સંકુલ રાજકોટ રોડ
 • કુંડલામાં કે.કે. હાઈસ્કૂલ કોલેજ રોડ પ્રાર્થના ખંડ
 • લીલિયામાં અમૃતબા વિદ્યાલય સ્ટેશન રોડ
 • ધારીમાં અરૂણ મુછાળા એન્જીનીયરીંગ કોલેજ સરસીયા રોડ
 • ખાંભામાં આઈટીઆઈ કચેરી ઉના રોડ
 • બગસરામાં ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલ સ્ટેશન રોડ
 • રાજુલામાં ટી.જે.બી.એલ ગર્લ્સ હાઈસ્કૂલ
 • જાફરાબાદમાં સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ
અન્ય સમાચારો પણ છે...