મતગણતરી:અમરેલીમાં ધારીના ગોપાલ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર પ્રવિણાબેન વાળા 747 મત મેળવી વિજેતા, 11 કેન્દ્ર પર ગ્રામપંચાયતની મતગણતરી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ દ્વારા કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, સરપંચ કોણ બનશે તેને લઈ ગામડે ગામડે ઉત્સુકતા

અમરેલી જિલ્લામાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ છે. જિલાના અલગ અલગ 11 જેટલા કેન્દ્ર પર મતગણતરી શરૂ કરાઇ છે. વહેલી સવારે 9 વાગ્યાથી ગણતરી શરૂ કરાઇ છે અને સ્કૂલ શાળા કોલેજમા ગણતરી ચાલી રહી છે. મામલતદાર કક્ષાના અધિકારીઓ પણ કેન્દ્ર પર ઉપસ્થિત છે. પોલીસ તંત્ર દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે ચુસ્ત લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તમામ હીલચાલ ગતિવિધિ જીત-હારના ઉમેદવારો ઉપર નજર રાખી રહ્યા છે.

દહિડા ગ્રામ પંચાયતમા ભારે રસાકસી સર્જાઈ હતી. વોર્ડ નંબર 2 માં ટાઈ પડી હતી. જેથી ચિઠી ઉછાળતા રાજેશ પાથર વિજેતા જાહેર થયા હતા. આ ઉપરાંત સરપંચ પદ માટે પણ ભારે રસાકસી જોવા મળી હતી. સરપંચ તરીકે ગીતાબેન ભુપતભાઈ હપાણી માત્ર પાંચ મતોથી વિજેતા થયા હતા.

બગસરા તાલુકાના મોટા મુંજયાસર ગામે તાલુકા ભાજપ પ્રમુખની 5 નંબરના વોર્ડમાં હાર થઈ છે. બગસરા તાલુકા ભાજપ પ્રમુખ રમેશ સતાસીયાની હાર થઈ છે. જ્યારે નારણ બી.વઘાસિયાનો વિજય થયો છે. વડિયાના ખજૂરી પીપળીયા ગામે સભ્યપદના ઉમેદવારને એક પણ મત મળ્યો નથી. કાંતિલાલ વિઠ્ઠલદાસ નિરંજની વોર્ડ 3માં પોતાનો મત પણ મેળવી શક્યા નથી. જે બીજા વોર્ડમાં ઉમેદવારી કરી ઉભેલા હોઈ પોતાનો મત પણ ન મળી શક્યો. વધુમાં આ ઉમેદવાર પોતાના ટેકેદારનો મત પણ નથી મેળવી શક્યા. જ્યારે હરજીભાઈ મગનભાઈ કોલડીયા વોર્ડ નં 3માં વિજેતા જાહેર થયા છે.

કેન્દ્ર બહાર ટોળા વળ્યાં
દરેક સેન્ટર પર મતગણત્રીને કેન્દ્ર પર ટોળે ટોળા ઉમટી પડ્યા છે. પોતાના ગામના કોણ સરપંચ પદે આવે છે તેને લઈ ભારે ઉતચુકતા જોવા મળી રહી છે અને હાર જીતને લઈ ભારે ગણગણાટ ચાલી રહ્યો છે, પરંતુ બેલેટ પેપર હોવાને કારણે મતગણતરીમાં મોડી રાત સુધી ગણતરી ચાલી શકે છે.

ધારી તાલુકાના ગામોના સરપંચ વિજેતા

ગોપાલ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર પ્રવિણાબેન હરેશભાઈ વાળા 747 મત મેળવી વિજેતા

પરબડી ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર જશુ જોરુભાઈ વાળા 129 મત મેળવીને વિજેતા જાહેર થયા

ડાંગાવદર ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર હસમુખ બાબુભાઈ કોરાટ 545 મત મેળવીને વિજેતા જાહેર

ધારગણી ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર રામુબેન શામજીભાઈ દાફડા 888 મત મેળવીને વિજેતા જાહેર

ભાડેર ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર ગીરીશ ગોબરભાઈ જાદવ 1054 મત મેળવીને વિજેતા જાહેર

છતડીયા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર હંસાબેન ખોડીદાસભાઈ કાછડીયા 506 મત મેળવીને વિજેતા જાહેર

દેવળા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર મુક્તાબેન ગોબરભાઈ વસોયા 728 મત મેળવીને વિજેતા જાહેર

મોરઝર ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર અરવિંદ મનુભાઈ ભેંસાણીયા 336 મત મેળવીને વિજેતા જાહેર

બાબરાના જામબરવાલા ગામે પૂર્વ પાલીકા પ્રમુખ અને અમરેલી જિલ્લા યુવા ભાજપ મહામંત્રીના પત્ની સરપંચ પદે વિજેતા

પૂર્વ પાલીકા પ્રમુખ અને અમરેલી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી જગદીશભાઈ નાકરાણીના પત્ની દક્ષાબેનનો 523 મતે વિજય

ખાંભા તાલુકાના દાઢયાલી ગામમાં સરપંચ પદે નાથા ગોવાભાઈ વિજુડા 64 મતથી વિજેતા

વડિયા કુંકાવાવના નાજાપુંર ગામમાં સરપંચ પદે લાલજી અમરાભાઈ દાફડા વિજેતા

વડિયા કુંકાવાવના જંગર ગામમાં સરપંચ પદે વિપુલ ભીખુભાઈ વસણી વિજેતા

સાવર કુંડલાના જીરા ગામમાં સરપંચ પદે દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડીયા 632 મતથી વિજેતા
સાવરકુંડલા તાલુકાના અમૃતવેલ ગામના સરપંચ પદે ગજરાબેન પ્રતાપભાઈ 413 મતથી વિજેતા
ધારીના દેવળા ગામમાં સરપંચ પદે મુક્તાબેન વસોયા171 મતથી વિજેતા
વડિયાના જંગર ગામમાં સરપંચ પદે વિપુલ ભીખાભાઇ વશાણી 216 મતથી વિજેતા

અન્ય સમાચારો પણ છે...