અમરેલી જિલ્લામાં અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. ગઈકાલે સાવરકુંડલાના ગિરધરવાવ નજીક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા બાદ મધરાત્રે બાબરા નજીક કપાસ ભરેલા વાહને પલટી ખાધી હતી. સદનસીબે ચાલકનો બચાવ થયો હતો.
અમરેલીના બાબરા માર્કેટીંગ યાર્ડમાં કપાસના સારા ભાવ મળઈ રહ્યા હોય અમરેલી ઉપરાંત આસપાસના જિલ્લમાંથી પણ ખેડૂતો કપાસ વેંચવા માટે આવી રહ્યા છે. ત્યારે ગતરાત્રિએ બાબરા તાલુકાના ઈશાપરા ગામ પાસે કપાસ ભરેલી યુટીલિટી ગાડીએ પલટી મારતા કપાસનો જથ્થો રસ્તા પર ઢોળાયો હતો. સદનસીબે વાહનચાલકનો બચાવ થયો હતો. ઘટનાના પગલે પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.