તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામા ભંગનો ગુનો:અમરેલીની સિવીલમાં કોવિડ વોર્ડમાંથી કોરોનાનો દર્દી ભાગ્યો

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાઠીના ઝરખીયા ગામના શખ્સ સામે પોલીસ ફરિયાદ

અમરેલી સિવીલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં લાઠીના ઝરખીયા ગામનો શખ્સ સારવારમાં હતો. જે બાદ આ શખ્સ કોઈને કહીયા વગર ભાગી ગયો હતો. ઝરખીયા પીએસસી સેન્ટરના ડોક્ટરને જાણ થતાં તેમણે લાઠી પોલીસને જાણ કરી હતી. અને પોલીસે તેમની સામે ગુનો દાખલ કરી ફરી એમ્બ્યુલન્સના માધ્યમથી કોરોના ગ્રસ્ત દર્દીને હોસ્પિટલમાં ખસેડયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ, લાઠી તાલુકાના ઝરખીયા પીએસસી સેન્ટરના ડો. શીતલબેન રાઠોડે પોલીસને જણાવ્યું હતું કે ઝરખીયા ગામે રહેતા મહેન્દ્રભાઇ જયસુખભાઇ ધારૈયા 9 મેના રોજ કોરોના રેપીડ ટેસ્ટ કરવામાં આવેલ હતો. જેમાં તેમનો કોરોના પોઝીટીવ આવતા તેમને અમરેલી સિવીલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવારમાં રાખવામાં આવેલ હતા. પણ આજે તેઓ ઝરખીયા ગામે કોરોના એક્ટિવ કેસની તપાસ કરવા માટે ગયા હતા. ત્યારે મહેન્દ્રભાઇ ધારૈયા પોતાના ઘરે હાજર હતા. જેના કારણે અમરેલી સિવીલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવતા તેઓ કોઈને જાણ કર્યા વગર ભાગી ગયા હોવાનું સામે આવ્યું હતું.

જેના કારણે પોલીસને જાણ કરવામાં આવતા લાઠી પોલીસના એએસઆઈ બી.પી. ધાંધલે તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. તેમજ મહેન્દ્રભાઇ ધારૈયાને ફરી એમ્બ્યુલન્સના માધ્યમથી અમરેલી સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આમ, આવા લોકો કોરોના સંક્રમણ ફેલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...