તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:વડિયામાં કોરોનાના કેસ વધતા અમરેલીમાં ડેપ્યુટેશનમાં મુકેલ ડોક્ટરને પરત લાવો

વડીયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા વિકાસ અધિકારીની વડિયામાં કોવિડ હોસ્પિટલની મુલાકાત વખતે ઉપસરપંચની માંગ

અમરેલી જિલ્લા વિકાસ અધિકારીએ વડીયા કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અહીં સ્ટાફને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી ની મુલાકાત દરમિયાન ઉપ સરપંચે અમરેલી ડેપ્યુટેશનમાં મુકેલ ડોક્ટરને ફરી વડીયા હોસ્પિટલમાં મુકવા માંગણી કરી હતી. અમરેલી જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારે વડીયામાં મનરેગા, ગ્રામ પંચાયત, સરકારી હોસ્પિટલ, કોવિડ આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમણે લગ્ન નોંધણી રજીસ્ટરની ચકાસણી કરી ગેરકાયદેસર રજીસ્ટ્રેશન પર કાર્યવાહીની સૂચના આપી હતી.

તેમજ સરકારી હોસ્પિટલમાં 10 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરવા અને કોરોના સંક્રમિતને લોહાણા મહાજન વાડી ખાતે આઇસોલેટ કરવા આદેશ કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાત દરમિયાન ઉપ સરપંચ છગનભાઇ ઢોલરીયાએ વડીયામાં કોરોનાના કેસ વધતા અમરેલી ડેપ્યુટેશનમાં મુકેલ ડૉક્ટરને પરત લાવવા માંગણી કરી હતી. તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ તોરી આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.

અહીં આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન ધર્મેન્દ્રભાઇ પાનસુરીયાએ છેવાડાના ગામડામાં આરોગ્ય સુવિધા માટે નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરની ફાળવણી કરવા રજૂઆત કરી હતી. જે બાદ જિલ્લા વિકાસ અધિકારીએ હનુમાન ખીજડીયા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ સ્ટાફને દવા અને સારવાર બાબતે જરૂરી સૂચના આપી હતી. તસ્વીર- જીતેષગીરી ગોસાઈ

અન્ય સમાચારો પણ છે...