રસીકરણ અભિયાન:મોટા ભંડારીયામાં 184 છાત્રોને કોરોનાની રસી આપવામાં આવી

બાબાપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જવાહર નવાેદય વિદ્યાલયમાં રસીકરણ અભિયાન : જાળીયા પીએચસી દ્વારા સુંદર કામગીરી કરાઇ

વર્ષ 15 થી 18 વયના કિશાેરાેને રસી અાપવાનુ સરકાર દ્વારા આયાેજન કરાયુ છે. ત્યારે અમરેલી તાલુકાના બાબાપુરમા જવાહર નવાેદય વિદ્યાલય ખાતે રસીકરણ અભિયાન હાથ ધરાયુ હતુ. અહી જાળીયા પીઅેચસીના સ્ટાફ દ્વારા 184 છાત્રાેનુ રસીકરણ કરાયુ હતુ.માેટા ભંડારીયામા કેન્દ્રીય વિદ્યાલય ખાતે છાત્રાેને વેકસીન આપવા આયાેજન કરાયુ હતુ. અહી જવાહર નવાેદયના આચાર્ય વિજયકુમારની ઉપસ્થિતિમા વેકસીનેશનનુ આયાેજન કરાયુ હતુ.

જાળીયા પીઅેચસીના ડાે.દિપાલી ઝાલા, સાેનલ ચાેવટીયા, અલ્પાબેન, માેન્ટુ પરવાડીયા, જે.શુકલા, નિલેશભાઇ વિગેરેના માર્ગદર્શન હેઠળ અહી 184 છાત્રાેને વેકસીન અપાઇ હતી.આ કામગીરીમા વિદ્યાલયના ઇન્ચાર્જ આચાર્ય નિલેશભાઇ ગાેંડલીયા, પુજાબેન વિગેરેઅે સહયાેગ આપ્યાે હતાે. અહી ધાેરણ 9 થી 12ના શિક્ષકાેઅે પણ સુંદર કામગીરી કરી હતી. અહી છાત્રાેઅે હાેંશેહાેંશે રસી લીધી હતી અને અન્ય છાત્રાેને પણ રસી લેવા અનુરાેધ કર્યાે હતાે. તસવીર - હસમુખ રાવલ

અન્ય સમાચારો પણ છે...