તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Corona Transition In Amreli District On The Way To Increasing Villages Lockdown, Decision To Voluntary Lockdown In 2 More Villages Today

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનલૉકમાં લૉકડાઉન:અમરેલી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા ગામડાઓ લોકડાઊનના માર્ગે, આજે વધુ 2 ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય

અમરેલી12 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગુજરાતના અન્ય જિલ્લાની માફક અમરેલી જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસની સંખ્યા વધતા કેટલાક ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. આજે પણ જિલ્લાના બગસરા અને લિલિયા તાલુકાના એક એક ગામમાં લોકડાઉનનો નિર્ણય કરાયો છે.

બગસરાના હામાપુરમાં 4 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન કોરોના નુ સંક્રમણ ધીમે ધીમે અમરેલી જિલ્લામા વધી રહ્યું છે આજે બગસરા તાલુકા ના હામાપુર ગામમા કોરોનાના 5 કેસ નોંધાતા ગ્રામજનો મા ફફડાટ ફેલાયો છે. હામાપુર ગામમાં દહેશત નો માહોલ ઉભો થયો છે. આરોગ્ય વિભાગે લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડીસ્ટંસ જાળવવા અપીલ કરી છે.

ગામમાં નાની મોટી અન્ય બીમારીઓના કારણે છેલ્લા પંદર દિવસ દરમિયાન 6 લોકોના મોત થતા ગામમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે હામાપુર ગામના લોકોએ સ્વેચ્છાએ ગામ ચાર દિવસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આરોગ્ય વિભાગે પણ હાલ ગામમાં સર્વેની કામગીરી શરૂ કરી છે.

લિલિયાના આંબા ગામમાં આંશિક લૉકડાઉનનો નિર્ણય કોરોના સંક્રમણ વધતા જતા કેસને લઇને અમરેલી જિલ્લાના લીલીયાના આંબા ગામમાં આજે ગામના સરપંચ સહિત મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સાથે કોરોના સામે કેવી રીતે જંગ જીતવો તેને લઇને એક ગ્રામજનો દ્વારા બેઠક બોલાવી હતી.

જેમાં લોકો સ્વૈચ્છિક આગળ આવી રહ્યા છે અન્ય શહેર માંથી લોકો હવે ગામડા તરફ વળી રહ્યં છે ત્યારે આજે લીલીયા ના આંબા ગામ આજથી બંધ રહેશે કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગામ ના સરપંચ દ્વારા ગ્રામજની બેઠક બોલાવી હતી જેમા સ્વૈચ્છિક બધા લોકો આગળ આવતા આજે અહીં આંબા ગામ સંપૂર્ણ બંધ કરી દેવાયુ છે જ્યા સુધી સ્થિતિ કંટ્રોલ ન થાય ત્યાં સુધી ગામ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

ગામમાં આવેલી દુકાનો સવારે 6 વાગ્યા થી 9 વાગ્યા સુધી અને સાંજે 5 થી 8 વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે અને જેથી લોકો નું જનજીવન રેગ્યુલર રહે અને ખીરીદી ચીજ વસ્તુ મળતી રહે અને ગામલોકો અન્ય સમયમાં બિનજરુરી રીતે બહાર નીકળવાનું ટાળે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો