કોરોના અપડેટ:અમરેલી જિલ્લામાં કોરોના ટેસ્ટ બમણા કરી દેવાયા, 2202 લોકોના કોરોના ટેસ્ટ પણ કોરોનાનો જીરો કેસ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કોરોના ટેસ્ટ બમણા કરી દેવામાં આવ્યા છે. અહી 2202 લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા. પણ કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો. જિલ્લા વહિવટી તંત્ર કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ બન્યું છે. ત્યારે હવે અમરેલી જિલ્લામાં કોરોના ટેસ્ટની સંખ્યા બમણી કરી દેવામાં આવી છે.જિલ્લામાં પહેલા દરરોજના 1000થી 1300 જેટલા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવતા હતા. પણ હવે અમરેલી જિલ્લા વહિવટી તંત્રએ કોરોના ટેસ્ટની સંખ્યા બમણી કરી દીધી છે. ગઈકાલે અમરેલી જિલ્લામાં 2354 લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા.

તો આજે જિલ્લાભરમાં 2202 લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા. પણ અમરેલી જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો. આગામી દિવસોમાં કોરોના ટેસ્ટની સંખ્યામાં હજુ વધારો કરાશે. તેવું આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. જિલ્લામાં અમરેલીમાં 284, બાબરામાં 271, બગસરામાં 103, ધારીમાં 267, જાફરાબાદમાં 126, ખાંભામાં 148, કુંકાવાવમાં 215, લાઠીમાં 212, લીલીયામાં 58, રાજુલામાં 166 અને સાવરકુંડલામાં 340 લોકો કોરોના લક્ષણ ધરાવતા હતા. જેના કારણે આ તમામ લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા. પણ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...