કોરોના વિસ્ફોટ:જિલ્લામાં કોરોના વિસ્ફોટ : એક જ દિવસમાં 52 કેસ

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીલિયા સીઅેચસીના 6 કર્મચારી વડિયાના શિક્ષક અને બાબરાના ભાજપ અાગેવાન કાેરાેનાગ્રસ્ત

અમરેલી જિલ્લામા કાેરાેનાના કેસ રાેકેટ ગતિથી ઉછળી રહ્યાં છે. અાજે અેક જ દિવસમા જિલ્લામા 52 કેસ અાવ્યા હતા. લીલીયા સામુહિક અારાેગ્ય કેન્દ્રના 6 કર્મચારી પાેઝીટીવ અાવ્યા છે. અમરેલી જિલ્લામા કાેરાેનાના કેસ રાેકેટ ગતિથી અાગળ ધપી રહ્યાં છે. અને દરરાેજ કેસની સંખ્યામા ઉછાળાે અાવી રહ્યાે છે. ગઇકાલ કરતા અાજે બમણા કેસ નાેંધાયા હતા. ગઇકાલે જિલ્લામા 26 કેસ હતા. જયારે અાજે 52 કેસ નાેંધાયા છે. જે પૈકી સાૈથી વધુ 19 કેસ અમરેલી શહેરમા છે.

અા ઉપરાંત બાબરામા 4, બગસરામા 7, કુંકાવાવમા 6, લાઠીમા 4 અને રાજુલામા 5 કેસ નાેંધાયા છે. લીલીયા તાલુકામા પણ 9 કેસ નાેંધાયા છે. જે પૈકી લીલીયા સામુહિક અારાેગ્ય કેન્દ્રના 6 કર્મચારી પાેઝીટીવ અાવ્યા છે. અા ઉપરાંત અાંબા ગામે 2 અને સલડીમા 1 કેસ નાેંધાયાે છે.

દરમિયાન વડીયામા સુરગવાળા હાઇસ્કુલના અેક શિક્ષક કાેરાેના પાેઝીટીવ અાવ્યા છે. જેને પગલે પાંચ દિવસ સુધી શાળા બંધ રાખવાનાે તંત્ર દ્વારા નિર્ણય લેવાયાે છે. અા ઉપરાંત અહી 12 શિક્ષકાેના ટેસ્ટ કરવામા અાવ્યા છે. જેનાે રીપાેર્ટ કાલે અાવશે. તાે બીજી તરફ બાબરામા અેક ભાજપ અાગેવાનનાે રીપાેર્ટ પણ પાેઝીટીવ અાવ્યાે છે. દરમિયાન અાજે અમરેલી જિલ્લામા કુલ 2800 લાેકાેના ટેસ્ટ કરવામા અાવ્યા હતા. જયારે 3723 લાેકાેને વેકસીન અાપવામા અાવી હતી.

જિલ્લામાં 133 અેક્ટિવ કેસ : 6 હાેસ્પિટલમાં
અાજે નવા 52 કેસ અાવતા અમરેલી જિલ્લામા અેકટીવ કેસ 133 થયા છે. અાજે 40 દર્દીઅાે કાેરાેનામાથી સાજા થયા હતા. હાલમા જુદીજુદી હાેસ્પિટલમા માત્ર 6 દર્દી સારવાર લઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...