તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:અમરેલી જિલ્લામાં કોરોનાએ વધુ એક નેતાનો ભોગ લીધો, પૂર્વ ધારાસભ્ય વાલજી ખોખરિયાનું નિધન

અમરેલી14 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં કોરોનાએ વધુ એક રાજકીય આગેવાનનો ભોગ લીધો છે.બાબરા લાઠી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય વાલજી ખોખરીયા કોરોના સંક્રમિત થતા પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ ખસેડયા હતા જ્યાં તેમનુ આજે સારવાર દરમ્યાન મોત થતા બાબરા વિસ્તારમા શોક નો માહોલ જોવા મળ્યો હતો. કોરોના એ સમગ્ર જિલ્લામા હાહાકાર મચાવ્યો છે શહેર થી લઇ ગામડા સુધી લોકો ફફડી રહ્યા છે ત્યારે આજે રાજનેતાનું કોરોના ના કારણે મોત થતા ફરી ફફડાટ વધ્યો છે.

વાલજીભાઈ ખોખરીયા બાબરા વિસ્તારમાં અગાઉ વર્ષો પહેલા ધારાસભ્ય રહી ચૂક્યા છે ભાજપ ની સંગઠનની અનેક મહત્વ ની જવાબદારી નિભાવી હતી થોડા દિવસ પહેલા બાબરા માર્કેટીંગ યાર્ડ ના ડિરેકટર તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા. રાજકીય રીતે બાબરા પંથકમા સારૂ એવુ પ્રભુત્વ ધરાવતા હતા પરંતુ આખરે આજે કોરોના સામે જંગ હારી જતા જીવ ગુમાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો