કોરોના બેકાબુ:અમરેલી જિલ્લામાં કોરોના વિસ્ફોટ, નવા 20 કેસ

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અમરેલી શહેરમાં જ 12 પાેઝિટીવ કેસ આવ્યા : માસ્કના નિયમનાે કડક અમલ કરાવવા તંત્ર રસ્તા પર : 24 કેસ કરાયા

અમરેલી જિલ્લામા કાેરાેનાના કેસ રાેકેટ ગતિથી વધી રહ્યાં છે. આજે અેકસાથે 20 કેસ નાેંધાયા હતા. જેમા સાૈથી વધુ 12 કેસ અમરેલી શહેરમા નાેંધાયા હતા. બીજી તરફ શહેરમા માસ્ક વગર ફરનારા બેદરકાર લાેકાે સામે તંત્રઅે આકરા પગલા શરૂ કર્યા છે અને પાેલીસ કાફલાને રસ્તા પર ઉતારી માસ્ક નહી પહેરનારા લાેકાે સામે કાનુની કાર્યવાહી શરૂ કરાઇ છે. અમરેલી જિલ્લામા ગઇકાલે કાેરાેનાના 9 પાેઝીટીવ કેસ નાેંધાયા હતા. અેક જ દિવસમા તેમા બમણાથી વધુનાે ઉછાળાે આવ્યાે હતાે. અને આજે 20 પાેઝીટીવ કેસ સામે આવ્યા હતા.

આવનારા ખતરાની ઘંટી વાગતી હાેય તેમ અમરેલી શહેરમા કાેરેાનાના કેસમા સાૈથી વધુ ઉછાળાે જાેવા મળ્યાે છે. આજે અમરેલી શહેરમા 312 લાેકાેના સેમ્પલ લેવાયા હતા. જેમાથી 12 દર્દીનાે રીપાેર્ટ પાેઝીટીવ આવ્યાે હતાે. જયારે લાઠી, લીલીયા તથા કુંકાવાવમા 2-2 કેસ પાેઝીટીવ અાવ્યા હતા. સાવરકુંડલા અને ધારીમા પણ 1-1 કેસ નાેંધાયા હતાે. આમ સમગ્ર અમરેલી જિલ્લામા નવા 20 પાેઝીટીવ કેસ નાેંધાયા હતા.

બીજી તરફ અમરેલી શહેરની બજારાેમા સાેશ્યલ ડિસ્ટન્સના નિયમનુ કાેઇ પાલન થતુ ન હાેય અને કેટલાક બેદરકાર લાેકાે માસ્ક વગર રખડતા હાેય વહિવટી તંત્ર આવા લાેકાે સામે કાનુની કાર્યવાહી કરવા આજે રસ્તા પર ઉતર્યુ હતુ. અમરેલીના પાેલીસ કાફલાને અહીની બજારાેમા ઉતારવામા આવ્યાે હતાે. પાેલીસે શહેરની જુદીજુદી બજારાેમા પેટ્રાેલીંગ કર્યુ હતુ. ખુદ જિલ્લા પેાલીસવડા પણ આ ડ્રાઇવમા જાેડાયા હતા. બજારમા માસ્ક વગર ફરનારા લાેકાે સામે પાેલીસે કાર્યવાહી કરી આવા લાેકાેને પાેલીસ મથકે ઉપાડી જઇ તેની સામે ગુનાે નાેંધવા તજવીજ હાથ ધરી હતી.

દરમિયાન ગઇકાલે પણ અમરેલી જિલ્લામા પાેલીસ દ્વારા માસ્ક નહી પહેરનારા શખ્સાે સામે કાનુની કાર્યવાહી કરાઇ હતી. અમરેલી શહેર સહિત જુદાજુદા વિસ્તારમા ગાઇડલાઇનનાે ભંગ કરતા આવા 24 શખ્સાે સામે ગુનાે નાેંધવામા આવ્યાે હતાે. અેક તરફ કાેરાેનાની ત્રીજી લહેર પાેતાનાે રંગ દેખાડી રહી છે તેવા સમયે જરૂરીયાત વગર અને ગાઇડલાઇનનાે ભંગ કરી બહાર રખડતા બેદરકાર લાેકાે સામે પાેલીસે અાકરા પગલા લેવાનુ શરૂ કર્યુ છે.

કેસની સંખ્યા અનેકગણી થઇ પણ સેમ્પલની સંખ્યા ન વધારાઇ
અમરેલી જિલ્લામા કાેરાેનાના કેસમા સતત ઉછાળાે આવી રહ્યાે છે. દસ દિવસ પહેલા જયારે કાેરાેનાના કેસ આવતા ન હતા ત્યારે 2200થી 2500 જેટલા લાેકાેના સેમ્પલ લેવામા આવતા હતા. આજે 20 કેસ આવ્યા હાેવા છતા સેમ્પલની સંખ્યા વધારાઇ ન હતી. અમરેલી જિલ્લામા આજે 2455 લાેકાેના સેમ્પલ લેવામા આવ્યા હતા.

આજે કાેરાેનાને લઇ પ્રભારી સચિવની બેઠક
જિલ્લામા કાેરાેનાના કેસાે વધતા પ્રભારી મંત્રી આર.સી.મકવાણા આવતીકાલથી અમરેલી જિલ્લામા બે દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. તેઅાે હાલની સ્થિતિને લઇને અધિકારીઅાે સાથે બેઠક કરશે અને આરાેગ્ય તંત્રની કામગીરીની સમીક્ષા કરશે.

પ્રભારી સચિવે અધિકારીઅાે સાથે બેઠક યાેજી
અમરેલી જિલ્લાના પ્રભારી સચિવ સંદીપકુમારે અાજે વિડીયાે કાેન્ફરન્સીંગથી અધિકારીઅાે સાથે બેઠક યાેજી ગાઇડલાઇનનુ પાલન, વેકસીનેશન, જિલ્લાની અારાેગ્ય સુવિધાઅાે, પ્રાઇવેટ મેડિકલ પ્રેકટીશનરાેને તાલીમ, કન્ટેઇન્મેન્ટ ઝાેન, ધનવંતરી રથાેની કામગીરી વિગેરે બાબતાેની સમીક્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...