કોરોના બ્લાસ્ટ:અમરેલીના વડિયામાં કોરોના બ્લાસ્ટ: છેલ્લા 5 દિવસમાં જ 8 કેસ નોંધાયા

વડીયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • અન્ય ત્રણ ગામમાં પણ નોંધાયા કેસ: તંત્રએ ડોર ટુ ડોર કામગીરી વધારી
  • ​​​​​​​અમરેલી ​​​​​​​જિલ્લા આરોગ્ય ટીમ વડિયા ગામે દોડી આવી

કોરોનાની નવી લહેરમાં અમરેલી જીલ્લામાં પણ દર્દિઓની સંખ્યા વધવા લાગી છે. ખાસ કરીને વડીયા શહેરમાં જ છેલ્લા એક સપ્તાહમાં આઠ નવા કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડવા લાગ્યું છે. અહી મોરવાડા, તાલાળી અને કુંકાવાવમાં પણ કોરનાના કેસ સામે આવ્યા છે.અહીં કોરોના પોઝિટિવ દર્દીને હોમ કવોરન્ટાઈન કરાયા છે અને આરોગ્ય તંત્રએ જે દર્દીઓને હોમ કવોરન્ટાઈન કરાયા છે તેએ ઘરે રહે તેવી અપિલ કરાઇ છે. તંત્રએ વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ પણ વ્યક્તિને લક્ષણો દેખાય તો સામે ચાલીને હોસ્પિટલ જઇ કોરોના ટેસ્ટ કરાવો જોઈએ. અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં તારીખ 05/07થી તારીખ 09/07 સુધીના પાંચ દિવસમાં આઠ કોવીડ કેસ પોઝિટિવ આવ્યા છે.

ઉપરાંત વડિયાના ગ્રામીણ વિસ્તારમાં પણ મોરવાડા,તલાળી અને કુંકાવાવમાં કોવીડ કેસ નોંધાયા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ કોવીડના ચેપને ડામવા માટે ડોર ટુ ડોર સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે લક્ષણો ધરાવતા લોકોના સેમ્પલ પણ વધારવામાં આવ્યા છે. હાલ ચોમાસાને કારણે મચ્છર જન્ય રોગચાળા સાથે કોવીડનો ઉપદ્રવ વધતા આ બાબતે આરોગ્ય વિભાગ તેમની કામગીરી સઘન બનાવે તે પણ ખુબ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...