તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:રાજુલા રેલવેની જગ્યા નગરપાલિકાને નહિ આપતા ઉગ્ર વિવાદ, ધારાસભ્ય જેસીબી આડે સુઇ રેલવેનું કામ અટકાવી દીધુ

અમરેલી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા ભાજપના આગેવાનો ઉપર ગંભીર આક્ષેપ કરાયા

અમરેલી જીલામાં આવેલા રાજુલા નગરપાલિકા દ્વારા રેલવેની જગ્યા પડતર છે. તે નગરપાલિકા દ્વારા મંગવામાં આવી છે. અને ન આપતા કેટલાય સમયથી વિવાદો ચાલી રહ્યાં છે. કોંગ્રેસ સાશિત નગરપાલિકા દ્વારા માંગતા નહિ આપવાનો કેટલાય સમયથી વિવાદ અને આક્ષેપ બાજી ચાલી રહી છે. જેમાં રાજુલા રેલવેની જગ્યા નગરપાલિકાને નહિ આપતા ઉગ્ર વિવાદ થયો છે. તેમાં ધારાસભ્ય જેસીબી આડે સુઇ રેલવેનું કામ અટકાવી દીધુ હતુ.

રેલવે કર્મીઓ દ્વારા હાલ પૂરતુ કામ અટકાવી દીધું
આજે રેલવે પોલીસ દ્વારા રેલવેની જગ્યામાં બોડર કામગીરી કરતા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર અને નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ લાખણોત્રા અને કોંગ્રેસના કાર્યકરો પણ દોડી આવ્યા હતા. અને અંબરીશ ડેર જે.સી.બી.આડે સુઇ ગયા અને જેસીબી માથે ચડાવી દો તથા ધરપકડ કરવાના ઉગ્ર સુત્રોચાર કરતા રેલવે કર્મીઓ દ્વારા હાલ પૂરતુ કામ અટકાવી દીધું છે. અને સમગ્ર મામલે વધુ વિવાદ ઉગ્ર બન્યો છે.

વિવાદ બાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
અંબરીશ ડેર દ્વારા ઉગ્ર રીતે રજૂઆતો કરી અને અહીં સ્થાનિકોને પડતી મુશ્કેલી બાબતે પણ રજૂઆતો કરી સાથે ભાજપના સાંસદ નારણ કાચડીયા, પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી સહિત ભાજપના આગેવાનો ઉપર આક્ષેપો કર્યા હતા. જોકે અંબરીશ ડેર દ્વારા એવું પણ કહ્યું છે કે અહીં રેલવે કર્મી દ્વારા કેબિન ધારકો પાસેથી ઉઘરણા કરતા હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યા હતા. ધારાસભ્ય ડેર દ્વારા કામ અટકવાવતા રાજુલા પોલીસ પણ દોડી આવી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સાથે લોકોના ટોળા પણ એકઠા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...