વિવાદ:જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખની કાઠીયાવાડ અંગેની પોસ્ટથી વિવાદ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવાદ વધતા ડોકટર કાનાબારે પોસ્ટ ડિલીટ કરી

આમપણ જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખ ડો.ભરત કાનાબાર પોતાના સ્પષ્ટ વિચારો સોશ્યલ મિડીયામા રજુ કરવા માટે જાણીતા છે. તેઓ ભારતીય જનતા પાર્ટીની ટીકા કરવામા પણ પાછી પાની કરતા નથી. આજે જાણીતા લેખિકાએ પોતાના સોશ્યલ મિડીયાના એકાઉન્ટ પર કાઠીયાવાડમા ગઇકાલે પડેલા વરસાદ અંગે પોસ્ટ મુકી હતી. પોતાના પરિચિત લેખિકાની પોસ્ટ પર કોમેન્ટ કરતા ડો.કાનાબારે લખ્યુ હતુ અત્યારે પ્રદેશમા કાઠીયાવાડને કોઇ કાઠીયાવાડ તરીકે ઓળખતુ નથી. સૌરાષ્ટ્ર તરીકે ઓળખે છે.

તેમની આ પોસ્ટ પછી કાઠી ક્ષત્રિય સમાજના યુવાનોએ પણ રોષ વ્યકત કરી કોમેન્ટનો મારો ચલાવ્યો હતો. ત્યારબાદ તેમણે પોતાની પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. અને નવી પોસ્ટ મુકી જણાવ્યું હતુ કે કાઠીયાવાડના ઇતિહાસ અને કાઠી સમાજના બલિદાન સાથે કોઇ મતભેદ ન હોય શકે. તાજેતરમા પ્રધાનમંત્રીએ પણ પોતાના પ્રવચનમા કાઠીયાવાડનો જ ઉલ્લેખ કર્યો હતો. સામાપક્ષે અન્ય એક કાર્યક્રમમા પ્રધાનમંત્રીએ ખુદ ભાજપના જ આગેવાનોને ડોકટર કાનાબારની જેમ જ સોશ્યલ મિડીયા પર સક્રિય રહેવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...