• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Controversy In Savarkundla Municipality As The Husband Of The Woman President Sits In The Municipality And Handles The Administration

ભાજપના સદસ્યોએ જ સવાલ ઉઠાવ્યો:સાવરકુંડલા નગરપાલિકામાં મહિલા પ્રમુખના પતિ જ પાલિકામાં બેસી વહીવટ સંભાળતા હોવાથી વિવાદ

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના બે સદસ્યોએ ચીફ ઓફિસરથી લઈ પ્રદેશ ભાજપ પ્રમુખ સુધી રજૂઆત કરી

અમરેલી જિલ્લામા સાવરકુંડલા ભાજપ શાસિત નગરપાલિકામા પ્રમુખના પતિનો વિવાદ ચરમસીમાએ પોહચ્યો છે અહીં મહિલા પ્રમુખ તૃપ્તિબેન દોશી છે પરંતુ તેમના પતિ રાજુભાઇ પ્રમુખ સ્થાને બેસી પાલિકાનો વહીવટ સંભાળી રહ્યા છે અને પત્ની પ્રમુખ ઘરે રહેતા હોવાની રજૂઆતો સામે આવી છે. આ મુદ્દો ભાજપના અંદરો અંદરનો જ છે અહીં કોંગ્રેસ દ્વારા વિરોધ નથી કરાયો અહીં ભાજપના જ પ્રમુખ સામે અન્ય 2 ભાજપના સદસ્ય દ્વારા લેખિત ચીફ ઓફિસરથી લઈ પ્રદેશ ભાજપ પ્રમુખ સુધી રજૂઆતો કરાય છે.

નગરપાલિકાના પ્રમુખ તૃપ્તિબેન દોશી
નગરપાલિકાના પ્રમુખ તૃપ્તિબેન દોશી

વોર્ડ નંબર 8 સદસ્ય દયાબેન નીતિનભાઈ હેલેયા અને બીજા સદસ્ય હરિભાઈ ભરવાડ દ્વારા વિરોધ કરી મહિલા પ્રમુખ નગરપાલિકામાં આવે તેવી માંગ ઉઠાવી છે.દયાબેન અને હરિભાઈ ભરવાડ દ્વારા જે રીતે લેખિત રજૂઆતો કરી છે તેમાં સ્પષ્ટ લખ્યું છે તારીખ 15-03-2021 થી સામાન્ય સભા સિવાય નગરપાલિકા પ્રમુખ તરીકે તૃપ્તિબેન દોશીના પતિ રાજુભાઇ દોશી નગરપાલિકાનો વહીવટ ચલાવે છે. અમો ભારતીય જનતા પાર્ટીના સદસ્યો હોય અને અમારા વિસ્તારના કામો બાબતે નગરપાલિકાએ જઈએ છીએ તો ત્યાં પ્રમુખના પતિ વહીવટ કરતા હોય છે અમને યોગ્ય પ્રત્યુતર મળતો નથી. અમારા વિસ્તારના લોકો ખૂબ જ હેરાન પરેશાન થાય છે.

મહિલા પ્રમુખના પતિ રાજુભાઈ દોશી
મહિલા પ્રમુખના પતિ રાજુભાઈ દોશી

ભાજપના બે સદસ્યોએ વધુમાં જણાવ્યું હતું કે, કામ બાબતેના અમારા સૂચનો ધ્યાન પર લેવાતા નથી. તો અમારી નમ્ર વિનંતી કે પ્રમુખ તૃપ્તિબેન દોશી સાવરકુંડલા નગરપાલિકાનો વહીવટ સંભાળે અને અમારા વિસ્તારના કામો થાય ન્યાય મળે તે માટે આજે આ વોર્ડ નંબર 8ના સદસ્યો દયાબેન હેલેયા,હરિભાઈ ભરવાડ દ્વારા ચીફ ઓફિસર કલેકટર જિલ્લા ભાજપ પ્રમુખ પ્રદેશ ભાજપ પ્રમુખ સહિત સુધી રજૂઆતો કરાય છે.

સવાલસો ઉઠાવનાર ભાજપના સદસ્ય હરિ ભરવાડ
સવાલસો ઉઠાવનાર ભાજપના સદસ્ય હરિ ભરવાડ
અન્ય સમાચારો પણ છે...