• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Container Of Medicine Was Stopped And Search Was Conducted, The Investigation Was Conducted Due To The Suspicion Of Narcotics Manipulation.

પીપાવાવ પોર્ટ પર NCBની તપાસ:દવાનું કન્ટેનર રોકાવી સર્ચ હાથ ધરાયું, નશીલા પદાર્થની હેરાફેરીની આશંકાના પગલે તપાસનો ધમધમાટ

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

અમરેલીના પીપાવાવ પોર્ટ પર આવેલા દવા ભરેલા એક કન્ટેનરની અમદાવાદ એનસીબીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. દવાની આડમાં નશીલા પદાર્થની હેરાફેરીની આશંકાના પગલે એનસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

પીપાવાવ પોર્ટની અંદર જેટી વિસ્તારમાં આજે સવારથી અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB) ટીમ ત્રાટકી હતી. મળી માહિતી મુજબ અહીં દવાનું એક કન્ટેનર રોકાવી તપાસ કરવામાં આવી રહી છે. કન્ટેનરમાં 900 જેટલા દવાના બોક્સ છે. જેમાં કોઈ નશીલો પદાર્થ હોવાની આશંકાના પગલે તપાસ કરવામાં આવી રહી હોવાનું જામવા મળ્યું છે. આ તપાસમાં અમરેલી એસઓજી, પીપાવાવ કસ્ટમ અને FSLની ટીમ પણ જોડાઈ છે. નોંધનીય છે કે, ભૂતકાળમાં પીપાવાવ વિસ્તારની ખાનગી કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...