• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Construction Of RCC Road In Devlaki Village Of Wadia Started Years Later, Villagers Rushed To The Authorities Alleging Poor Workmanship.

કામની ગુણવત્તા સામે સવાલ:વડીયાના દેવળકી ગામે વર્ષો બાદ RCC રોડ બનાવવાની કામગીરી શરૂ થઈ, ગ્રામજનોએ નબળા કામનો આક્ષેપ કરતા અધિકારીઓ દોડ્યા

અમરેલીએક મહિનો પહેલા
  • ગ્રામજનોએ નબળી કામગીરીનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો

અમરેલી જિલ્લાના વડીયાના દેવળકી ગામે વર્ષોની રજૂઆત બાદ RCC રોડની કામગીરી તો શરૂ થઈ. પરંતુ, સ્થાનિક લોકોએ રસ્તાના કામની ગુણવત્તાને લઈ સવાલો ઉઠાવ્યા છે. નબળી કામગીરી થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોએ વીડિયો બનાવી વાઈરલ કરતા અધિકારીઓ દોડતા થયા છે.

દેવળકી ગામમાં પાકો રસ્તો બનાવવા માટે ગ્રામજનો વર્ષોથી રજૂઆત કરી રહ્યા હતા. વર્ષો બાદ રસ્તાનું કામ મંજૂર થતા ગામલોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. પરંતુ, કોન્ટ્રાક્ટર દ્વાર બનાવવામા આવી રહેલા રસ્તાની ગુણવત્તા નબળી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.

દેવળકી ગામમાં હાલ RCC રોડની કામગીરી ચાલી રહી છે ત્યારે ગામલોકોએ કહ્યું હતું કે, અહીં રસ્તાને પાણી પણ ગામલોકો છાંટી રહ્યા છે. જે રોડ બની રહ્યો છે તે 9 ઈંચના બદલે 4 થી 6 ઈંચની મેટલ જ પાથરવામા આવી રહી છે. ગ્રામજનોએ આ મામલે ઉપરથી તપાસ કરાવી જવાબદારો સામે કાયદેસરના પગલાં લેવાની માગ કરી છે. ગ્રામજનોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, અહીં વીસ દિવસથી રસ્તાની કામગીરી ચાલી રહી છે. ખેડૂતો પરેશાન છે. જે ડાયવર્ઝન કાઢવું જરુરી છે તે પણ કાઢવામા આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...