શોભાયાત્રા:અમરેલી વિદ્યાસભા કેમ્પસમાં હનુમાનજી મંદિરનું નિર્માણ

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શોભાયાત્રા દ્વારા મુર્તિને વાજતે ગાજતે રાસ ગરબા સાથે પધરાવાઇ

અમરેલીમા જિલ્લા વિદ્યાસભા સંચાલિત એસ.એચ.ગજેરા સ્કુલ દ્વારા વિદ્યાસભા કેમ્પસ ખાતે નવનિર્મિત હનુમાનજી મંદિરે આજે મુર્તિની વાજતે ગાજતે પધરામણી કરવામા આવી હતી. અહીના કેમ્પસમા હનુમાનજી મંદિરનુ નિર્માણ કરાયુ છે.

લાયન્સ કલબ મેઇનના પ્રમુખ દિનેશભાઇ ભુવા, કેમ્પસ ડાયરેકટર હસમુખભાઇ પટેલ તેમજ વિદ્યાર્થીઓએ અહીના સ્પોર્ટસ મેદાનથી શોભાયાત્રા યોજી હનુમાનદાદાની મુર્તિને વાજતે ગાજતે રાસ ગરબાની રમઝટ સાથે પધરાવી હતી. અહી હનુમાનજી મહારાજની મુર્તિનુ પુજન અર્ચન કરાયુ હતુ. વિદ્યાર્થીઓએ પણ હનુમાન ચાલીસાનુ પઠન કરી શ્રાવણ માસના પ્રથમ શનિવારે હનુમાનજીના ભકિતભાવથી દર્શન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...