આયોજન:અમરેલીની કાનુની શિક્ષણ શિબિરમાં સંવિધાની ચર્ચા

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંધારણ દિવસ નિમીતે તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા આયોજન

અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજ ખાતે બંધારણ દિવસ નિમીતે તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા કાનુની શિક્ષણ શિબિરનુ આયોજન કરાયુ હતુ. શિબિરમા સંવિધાન અંગેની ઉંડાણપુર્વકની સમજ અપાઇ હતી.

કે.કે.પારેખ કોમર્સ કોલેજ ખાતે આયોજીત કાનુની શિક્ષણ શિબિરમા સંવિધાન અંગેની સમજ વકિલ મુકેશભાઇ ભટ્ટ દ્વારા આપવામા આવી હતી. જયારે પોકસો એકટ અંગેની સમજ વકિલ નિકીતાબેન પંડયા દ્વારા આપવામા આવી હતી. વિદ્યાર્થી ભાઇ બહેનો દ્વારા પુછાયેલા પ્રશ્નોના જવાબો અપાયા હતા.

ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડો.એમ.એમ.પટેલ દ્વારા મહેમાનોનુ સ્વાગત કરાયુ હતુ. એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડો.જે.ડી.સાવલીયાએ આભાર વ્યકત કર્યો હતો. શિબિરનુ આયોજન પ્રા. જે.એમ.તળાવીયાએ કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...