તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાવતરૂં:મહિલાનાં ખાતામાંથી રૂપિયા તફડાવવા કાવતરૂં

અમરેલી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અજાણી મહિલાએ ડુપ્લીકેટ પાસ બુક કઢાવી, ચેકબુક મેળવી રકમ બચત ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી

અમરેલીની હેડ પાેસ્ટ અાેફિસમા ટાઇમ ડિપાેઝીટના ખાતા ધારક મહિલાના પાકતી મુદતના રૂપિયા 10.70 લાખ ઉપાડવા અેક શખ્સે મહિલાની મદદથી કાવતરૂ ઘડયુ હતુ. અજાણી મહિલાઅે ડૂપ્લીકેટ પાસ બુક કઢાવી ચેકબુક મેળવી રકમ બચતખાતામા ટ્રાન્સફર કરાવી દીધી હતી. જાે કે સહીમા ફરક લાગતા અને અા મહિલા ખાતા ધારક ન હાેવાનુ ધ્યાને અાવતા અજાણી મહિલા નાસી ગઇ હતી. અા બારામા હેડ પાેસ્ટ માસ્તરે બે શખ્સાે સામે સીટી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

મહિલા ખાતા ધારકના પાકતી મુદતના નાણા ઉપાડવા બે શખ્સાેઅે કાવતરૂ ઘડયાની અા ઘટના અમરેલીમા બની હતી. હેડ પાેસ્ટ માસ્તર કમલેશભાઇ બકરાણીયાઅે સીટી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે અહી રહેતા વૈશાલીબેન નિલેશભાઇ ગાેહિલ નામના મહિલાઅે અેક વર્ષની મુદત માટે રૂપિયા પાંચ લાખના અેક અેવા બે ટાઇમ ડિપાેઝીટ ખાતાઅાે દ્વારા રૂપિયા 10 લાખનુ રાેકાણ કર્યુ હતુ. જાે કે તેઅાે પાેતાના રાેકાણ કરેલા નાણા ઉપાડવા અાવી શકયા ન હતા. તા. 24/3ના રાેજ અેક અજાણી મહિલા વૈશાલીબેનના દસ્તાવેજાે જેવા કે પાનકાર્ડ, અાધારકાર્ડની સહી કરેલી નકલ તેમજ ડૂપ્લીકેટ પાસબુક કઢાવવાનુ ફાેર્મ ભરી સહી કરીને રજુ કર્યુ હતુ.

અા અજાણી મહિલાની મદદગારીમા તેજસ રાજા ઉર્ફે રામ કે જેઅાે ધર્મેશભાઇ માનસેતાની નાની બચત અેજન્ટના અાસિસ્ટન્ટ છે તેઅાે પણ સાથે અાવ્યા હતા. અા બંનેને ડૂપ્લીકેટ પાસબુક અને ચેકબુક અપાઇ હતી. તા. 25/3ના રાેજ અા બંનેઅે ટીડી ખાતા બંધ કરવા અને પાકતી રકમ 10.70 લાખ અેસબી ખાતામા ટ્રાન્સફર કરવા મળતી અાવતી સહી કરી રકમ ઉપાડવા ચેકબુકમા સહી કરી હતી. જાે કે પાેસ્ટ અાેફિસના કર્મચારીને અજાણી મહિલા વૈશાલીબેન નથી, અને સહીમા ફરક દેખાતા તેમણે વૈશાલીબેનને રકમ ઉપાડવા માેકલવાનુ જણાવ્યું હતુ. પરંતુ અજાણી મહિલાને છેતરપીંડી પકડાઇ જશે તેવાે ડર લાગતા તે રકમ ઉપાડયા વગર નાસી છુટી હતી.

અજાણી મહિલા સીસીટીવીમાં કેદ
અજાણી મહિલા નાણા ઉપાડયા વગર જ પાેસ્ટ અાેફિસમાથી નાસી ગઇ હાેય અા સમગ્ર ઘટના અાેફિસના સીસીટીવી કેમેરામા પણ કેદ થઇ ગઇ હતી.

કાવતરૂં કરનાર બંનેને ઝડપી લેવા કાર્યવાહી
અજાણી મહિલાઅે નાણા ઉપાડવા વૈશાલીબેનના નામનુ સેવીંગ અેકાઉન્ટ ખાેલાવી ચેકમા બનાવટી સહી કરી છેતરપીંડી અને વિશ્વાસઘાતનાે પ્રયાસ કરતા હેડ પાેસ્ટ માસ્તરે અજાણી મહિલા અને તેજસ ઉર્ફે રામ મુકેશભાઇ રાજા સામે પાેલીસમા રાવ કરી હતી. પાેલીસે બંનેને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો