તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમર્થન:કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા આંદોલનને કોંગ્રેસનું સમર્થન

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું

દિલ્હી બોર્ડર પર કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને કોંગ્રેસ સમર્થન સમર્થન આપ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદો બહાર પાડવામાં આવ્યો છે. જેના વિરોધમાં દિલ્હીની બોર્ડર ઉપર છેલ્લા નવ દિવસથી પંજાબ અને હરિયાણાના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તેવા સમયે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિએ પણ કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું. અમરેલી કોંગ્રેસ કાર્યાલયથી કાર્યકર્તાઓએ જિલ્લા કલેકટર ઓફિસ પહોંચી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સમર્થન જાહેર કર્યું હતું.

અહીં ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું હતું કે દિલ્હીમાં સરકારના કાળા કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર જુલમ ગુજારવામાં આવે છે. સરકાર એમ.એસ.પી.ની વાત કરે પણ હાલ ગુજરાતમાં મેથી અને કોથમીરના ભાવ તળિયે છે. ખેડૂતો પશુઓને નાખી રહ્યા છે. રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસા, ટીકુભાઈ વરૂ અને જનકભાઈ પંડ્યા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો