તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે રાજુલામાં કોંગ્રેસે રેલી કાઢી આવેદન આપ્યું, રામધૂન બોલાવતા MLA સહિત કોંગી કાર્યકરોની અટકાયત

અમરેલી22 દિવસ પહેલા
  • સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી રેલી કાઢી સતત બીજા દિવસે આવેદનપત્ર આપ્યુ

અમરેલી જિલ્લામા સતત બીજા દિવસે રાજુલા શહેર કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વધતા જતા પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ મુદ્દે વિરોધ પ્રર્દશન કરાયું હતું. સાથે ગ્રામ્ય વિસ્તારમા વાવાજોડાને લઈ સર્વે અને કેટલાક લોકોના ફોર્મ રદ થયા તે ફરી આવરી લેવા અને રિસર્વેની માંગ સાથે રેલી સ્વરૂપે રાજુલા તાલુકા પંચાયત સુધી સુત્રોચાર કરી આવેદનપત્ર આપ્યુ હતુ અને ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા. આ કાર્યકમ કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરની આગેવાનીમાં યોજાયો હતો અને રાજુલા બસ સ્ટેન્ડ ચોકમાં આવેલી પોલીસ ચોકી ખાતે રામધૂન શરૂ કરતા રાજુલા પોલીસે ધારાસભ્ય સહિત શહેર કોંગ્રેસ પ્રમુખ પાલિકા પ્રમુખ સહિત 9 જેટલા કોંગ્રેસ કાર્યકરોને ડિટેઇન કર્યા હતા.

કોરોના કાળમાં લોકોને સહાય નથી મળતી: અંબરીશ ડેર
ધારાસભ્ય અંબરીશભાઈ ડેરે કહ્યું હતુ કે, હાલ કોરોના ચાલે છે આપડે સમજી શકીએ કે ત્રીજી લહેર આવશે તો કેટલી જોખમી હશે, પણ લોકોને સહાય મળતી નથી એના કારણે લોકો હેરાન પરેશાન થાય છે. જે લોકોને સહાયની અત્યન્ત જરૂરી છે તેવા લોકો રહી ગયા છે.

વિરોધ પ્રર્દશન કરી શુ ફાયદો?: ભાજપ અગ્રણી
અમરેલી જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી રવુભાઈ ખુમાણે જણાવ્યું હતું કે, સરકારે કરોડો રૂપિયા આ વિસ્તારને આપ્યા છે લોકોના સીધા ખાતામાં પેમેન્ટ આવી રહ્યું છે. કેટલીક ક્ષતિઓ હતી તે બાબતે હું અને અમારું આખુ પ્રતિનિધિ મંડળ સી.એમને રૂબરૂ રજુઆત કરી છે. આ તો કોંગ્રેસ પ્રજાને ભોળવી સહાય અપાવીશું વગેરે લાલચ આપીને ગેરમાર્ગે દોરવી આવેદનપત્રમાં ફોટા પડાવે છે. ખરેખર કદાચ કોઈ પ્રશ્નન હોય તો બેસીને વાતચીત કરી નિરાકરણ આવે વિરોધ અને આંદોલન કરીને કોઈ ફાયદો નથી. અત્યાર સુધીમા કોઈ આંદોલનકારીએ પ્રજાને શુ કરી દીધું? આવા સમયે લોકોની કેવી રીતે મદદ કરી શકીએ તે વિચારવાનું અને કામ કરવાનુ હોય આંદોલન કરી લોકોને ગેરમાર્ગે ન દોરવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...